જૂનાગઢના 35 ગામના સરપંચે આપ્યું સામૂહિક રાજીનામું, કારણ જાણી તમે પણ તંત્ર પર કરશો થૂથૂ..
જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. રાજીનામા આપવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સરપંચોના રાજીનામા પાછળ મુખ્ય કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ છે. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
સરપંચોએ આરોપ લગાવ્યા છે કે વહીવટી પ્રક્રિયા સરળ રાખવાના બદલે મુશ્કેલ બનાવી દેવાના કારણે ઘણા કામો ખોરવાઈ ગયા છે અને વિકાસના કામો અટકી પડ્યા છે. સરપંચોએ વધુમાં જણાવ્યુ કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ તમામ કારણો અને સમસ્યાઓના નિવારણ માટે સરપંચોએ એક બેઠક બોલાવી હતી અને તાલુકા વિકાસ અધિકારીને બોલાવવામાં આવ્યાં હતા. જો કે ટીડીઓ આ મિટિંગમાં ન આવતા ખેડૂતોનો રોષે ભરાયા હતા, જે બાદ સરપંચો દ્વારા સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા હતા. 35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી આપ્યા છે. હવે એ જોવાનુ રહેશે કે સરપંચોના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
