જુનાગઢમાં ભૂલથી લાગેલા ઇન્જેક્શન બાદ વનકર્મીનું મોત

જૂનાગઢના વિસાવદર પંથકમાં માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વન વિભાગના ટ્રેકરનું કરુણ મોત નિપજ્યું છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું ઇન્જેક્શન ભૂલથી ટ્રેકર અશરફભાઈને વાગી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

નાની મોણપરી ગામમાં ચાર વર્ષના બાળક પર હુમલો કરનાર સિંહણને પકડવા માટે વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ટ્રાન્કવિલાઈઝર ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન સિંહણના બદલે સીધું વનકર્મીને વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.

ઈન્જેક્શનની અસરના કારણે બેભાન થયેલા અશરફભાઈ ચૌહાણને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા ગત રાતથી જ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

લાંબી સારવાર બાદ આજે સવારે ફરજ પરના વનકર્મીએ અંતિમ શ્વાસ લેતા વન વિભાગના સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગીરના ઈતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ચોંકાવનારી ઘટના હોવાનું વન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X