રાઘવજીભાઈ પટેલના હસ્તે મેંદરડા ખાતે રૂ.૯૯.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. ૯૯.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું.

પશુપાલન વિભાગ અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યુટ્રી સિરિયલ યોજના - મીલેટ વર્ષ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટિવલ તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં કૃષિ અને પશુપાલન મંત્રી સહભાગી બન્યા હતા .
પશુપાલકો તથા ખેડૂતોની જુદી જુદી સહાયકારી યોજનાઓનો લાભ અને સારવાર મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના મેંદરડાના નવનિર્મિત મકાન લોકાર્પણ કાર્યક્રમ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મંત્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩- ૨૩માં રાજ્યમાં નવા ૪૦ પશુ દવાખાના કાર્યરત કરાયા છે તેમજ ટૂંક સમયમાં ૧૫૦ નવા પશુ દવાખાના પણ શરૂ થશે.
ખેડૂતોને પશુપાલકોને વધુ સારી સુવિધા મળી રહે એ માટે દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના પણ રાજ્ય સરકાર દ્વારા અમલી કરવામાં આવી છે. રાજ્યભરમાં ૫૩૦૦ થી વધુ ગામોમાં ૧૦ ગામો દીઠ ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે.તેમજ ટૂંક સમયમાં નવા ૧૨૭ એમ્બ્યુલન્સ પશુ દવાખાના શરૂ થશે. જેમાંથી ૫૦ શરૂ થઈ ગયા છે .
મંત્રી આ તકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ રાજ્યમાં પશુપાલકોના ઉત્કર્ષ માટે અનેક વિધ પગલાં લીધા છે. અને ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યા છે ત્યારે એ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૭૬,૬૦૦ થી વધુ પણ પશુ આરોગ્ય મેળાનું સફળ આયોજન થઈ ચૂક્યું છે.
દૂધ ઉત્પાદન અને શ્વેત ક્રાંતિમાં ગુજરાતે દેશને દિશા બતાવી છે અને વડાપ્રધાન ના નેતૃત્વમાં પશુપાલન અને ખેતીના પ્રાકૃતિક સમન્વયથી સમૃદ્ધિ ના નવા શિખર પર પહોંચવું છે તેવી નેમ પણ મંત્રીએ વ્યક્ત કરી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુંમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખરવા મોવાસા રસીકરણ ૩ કરોડ ૨૯ લાખ કૃત્રિમ બીજદાન ૫૫૭૩ કેન્દ્ર થકી કરવામા આવ્યું છે. પશુ સારવાર સંસ્થાના બાંધકામ માટે ૧૪૩ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે.
મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લો કૃષિ અને પશુપાલન પર આધારિત છે. જૂનાગઢ જિલ્લામાં ૧,૬૫,૦૦૦ જેટલી ગાય,બે લાખથી વધુ ભેંસ,૭૮૦૦૦ થી વધુ ઘેટા બકરા છે. જૂનાગઢમાં કાર્યરત વેટરનરી કોલેજ અને ૫૯ નિશુલ્ક પશુ સારવાર કેન્દ્રો હેઠળ ખેડૂતો અને પશુપાલકોને પશુઓની નિશુલ્ક સારવાર અને માર્ગદર્શન મળી રહ્યા છે.જૂનાગઢમાં ૧૭ જેટલા મોબાઈલ પશુ દવાખાના હાલ કાર્યરત છે. ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. પશુ આહાર માટે ૧૬ કરોડથી વધુની સહાય રાજ્યમાં ડેરી ઉદ્યોગને આપવામાં આવી છે.
આ તકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંપાદિત પુસ્તક પાક સંરક્ષણ વ્યવસ્થા નું મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ તકે ખેતીવાડી ખાતા હસ્તક રોટાવેટર અને ટ્રેક્ટર સહાયના મંજૂરી હુકમ નું વિતરણ લાભાર્થી ખેડૂતોને કરવામાં આવ્યું હતું.
મંત્રીએ ખેતીવાડી, પશુપાલન, પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી .તેમજ રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ પશુઓને કૃત્રિમ બીજદાન નો વ્યાપ વધારવા માટે મૈત્રી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જે ૧૪ મૈત્રી વર્કરને કીટ અને પ્રમાણપત્ર પણ મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક,જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ઉત્પાદન સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન સમિતિના અધ્યક્ષ મતી આરતીબેન જાવિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, સમઢીયાળા ગામના સરપંચ ચિરાગભાઈ રાજાણી,સંયુકત પશુ નિયામક ડો. કે.આર.કટારા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, સહિતના અગ્રણીઓ, અધિકારીઓ અને પશુપાલકો,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ












Click it and Unblock the Notifications
