રાહુલ ગાંધીનો જૂનાગઢ કાર્યક્રમ રદ, જાણો કેમ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તેઓ આજે જૂનાગઢમાં યોજાનારી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાના હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમની ફ્લાઈટ ટેક-ઓફ કરી શકી ન હતી, જેના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.

અગાઉ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો માટે યોજાઈ રહેલી પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં હાજરી આપશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓ પહેલા પક્ષના કાર્યકર્તાઓને મજબૂત કરવાનો અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
રાહુલ ગાંધીના આ પ્રવાસને ગુજરાતમાં કોંગ્રેસની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો હતો. જો કે, છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થતાં કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા જોવા મળી છે.
જણાવી દઈએ કે, ગુજરાત આવતા પહેલા જ રાહુલ ગાંધીએ ઈલેક્શન કમિશન અને બીજેપીની મિલિભગતનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીના આરોપોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.












Click it and Unblock the Notifications
