For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા છે અને તેઓ સ્વંયસેવક હોવાનો ગર્વ છે: RSS

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 7 માર્ચ: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરઆરએસ)ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ શુક્રવારે પોતાની ત્રણ દિવસીય બેઠકની શરૂઆત કરતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને એક 'મજબૂત નેતા' ગણાવ્યા અને કહ્યું કે તેને તેમની 'સ્વંયસેવક' પૃષ્ઠભૂમિ પર ગર્વ છે.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકના ઉદઘાટન બાદ સંઘના સહ કાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા છે. તે પોતે એક સ્વંયસેવક છે અને અમને આ વાતનો ગર્વ છે. રાષ્ટ્ર પરિવર્તન ઇચ્છે છે. તેમણે ગુજરાતમાં પોતાની ક્ષમતા સાબિત કરી દિધી છે. હોસબલેએ કહ્યું હતું કે રામ મંદિર આ બેઠકના એજન્ડામાં નથી પરંતુ દેશ જે સમસ્યાનો સામનો કરી રહ્યો છે તેની સાથે સાથે આ પણ સંઘ માટે મહત્વપૂર્ણ મુદ્દો છે.

તેમણે કહ્યું કે ના અત્યારે કોઇ એવા મુદ્દે (રામ મંદિર) પર ચર્ચાનો પ્રસ્તાવ નથી કારણ કે આને લાગૂ કરાવવા માટે કોઇ સરકાર નથી. હોસબલેએ કહ્યું હતું કે બેઠકમાં મોંઘવારી, સુરક્ષા અને દેશના ગૌરવના મુદ્દાઓ પર ચર્ચા થશે. સંઘ પરિવાર અલ્પસંખ્યક રાજકારણના મોટા મુદ્દા પર ચર્ચા કરશે. સંઘ નેતાએ કહ્યું હતું કે અલ્પસંખ્યક રાજકારણના નામે હાલની યુપીએ સરકાર સાંપ્રદાયિક હિંસા ખરડો જેવા નવા કાયદા અને સચ્ચર સમિતિના રિપોર્ટને લાગૂ કરવાનો પ્રયત્ન કરી સમાજને વહેંચી રહી છે અને સમાન તક પંચની રચના કરવાનો પ્રયત્ન કરી રહી છે.

modi

તેમણે કહ્યું હતું કે દેશ પરિવર્તન અને સુશાસન આપનાર સરકાર ઇચ્છે છે, હોસબોલેએ કહ્યું હતું કે સંઘે ભાજપને આર્થિક નિતિઓ, વિકાસના મોડલ અને મૂલ્યવૃદ્ધિ તથા આકાશને આંબતી મોંઘવારીને અટકાવવા વિશે સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે આપણે આર્થિક નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સહિત વિભિન્ન રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચાર કરીશું. રવિવારે પ્રસ્તાવ મંજૂર કરવામાં આવશે અને ભાજપ સહિત સહયોગી સંગઠનોની સાથે શેર કરવામાં આવશે. આગામી લોકસભામાં આમ આદમી પાર્ટીની સંભાવના વિશે સંઘના નેતાએ કહ્યું હતું કે જો કે લોકોએ તેની સરકાર દિલ્હીમાં જોઇ લીધી છે એટલા માટે આગામી સરકાર બનાવવામાં બુદ્ધિમત્તાપૂર્વક મતદાન કરશે.

આ પહેલાં સરસંઘચાલક મોહન ભાગવતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના ત્રણ દિવસો સુધી ચાલનાર સંમેલનનું ઉદઘાટન કર્યું. હોસબોલેએ કહ્યું હતું કે સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી કાર્યવાહીઓની અધ્યક્ષતા કરશે અને બેઠક દરમિયાન પ્રસ્તાવ રજૂ કરશે. પ્રસ્તાવને આપણા શીર્ષના પદાધિકારીઓ અને દેશભરમાં જોડાયેલા લગભગ 1400 પ્રતિનિધિ અનુમોદન કરશે. સંઘે સંમેલનમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વિશે ચર્ચા નહી કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
RSS' top policy making body on Friday began its three-day session here with the Sangh Parivar fountainhead describing BJP's Prime Ministerial candidate Narendra Modi as a "strong leader" and saying it was proud of his "swayamsevak" background.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X