Navratri Special : ત્રીજા નોરતે કરો માં ચંદ્રઘંટાની પૂજા આ રીતે
નવરાત્રીમાં અલગ અલગ નવ માતાઓની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માં ચન્દ્રકાંતાની પૂજા કરવામાં આવે છે આ અંગે વધુ વાંચો અહીં
નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માંનું આ સ્વરૂપ ઘણું જ સુંદર, મોહક અને અલૌકિક છે, ચંદ્ર સમાન સુદંર માંનું આ સ્વરૂપથી દિવ્ય સુગંધીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે. માંનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.

તેના મસ્તકમાં ઘંટાકાર અર્ઘચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમનું શરીર સોના સમાન ચળકતું છે. તેમને દસ હાથ છે. તેમના દસ હાથ ખડગ અને બાણ સહિતના શસ્ત્રોથી સજ્જ છે તેમનું વાહન સિંહ છે, તે વિરતા અને શક્તિનું પ્રતિક છે.
या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
કહેવાય છે કે, સાચા મનથી માં પાસે જે કંઇ માંગો તે પૂર્ણ થાય છે. આજે જાતકોએ મનથી માંની પૂજા કરવી જોઇએ જેથી માં સર્વોને આવનારા સંકટથી દૂર કરે.












Click it and Unblock the Notifications
