સરકાર ચલાવવામાં અમારી માસ્ટરી છે, અમને સરકાર ચલાવવા દો: મોદી
નવી દિલ્હી, 10 જાન્યુઆરી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક જંગી ચૂંટણી સભાને સંબોધી હતી. આ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિકાસના એજન્ડા અને ભ્રષ્ટ્રાચાર મુક્તિની વાત કરવા ઉપરાંત કોંગ્રેસ અને 'આપ'ના રાજકારણને ચાબખા માર્યા હતા.
નરેન્દ્ર મોદીએ દિલ્હીના ચૂંટણી ભાષણમાં શું ખાસ વાતો કહી તે વાંચવા આગળ ક્લિક કરો...

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
અમીરો માટે કોણ સરકાર ચલાવતા હતા અને ગરીબો માટે કોણ જીવ જાનથી જીવે છે તેનો ફેંસલો પ્રધાનમંત્રી જનધન યોજનાએ આપ્યો છે. મારે 26 જાન્યુઆરી સુધી 7 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય હતું. આજે 10 જાન્યુઆરી સુધીમાં 11 કરોડ ગરીબોના ખાતા ખુલી ગયા છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
ગરીબોની અમીરી જુઓ. ગરીબો માટે અમે ઝીરો બેંકોથી બેંક એકાઉન્ટ ખોલવાની વાત કરી હતી. પણ ગરીબોએ થોડી મુશ્કેલી વેઠીને કોઇએ પાંચ, કોઇએ 100 અને કોઇએ 200 રૂપિયા જમા કરાવીને ખાતા ખોલાવ્યા. અત્યાર સુધીમાં ગરીબોને 8500 કરોડ રૂપિયા બેંકોમાં જમા છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
2002થી અનેક નિર્ણયો ફાઇલોમાં બંધ પડ્યા છે. પણ અહીં સરકારને સમસ્યાઓનું સમાધાન કરવાની નવરાશ નથી. વેંકૈયા નાયડુએ દિલ્હીના જીવનને સ્પર્શતી 17 બાબતો અલગ તારવીને તેના માટે કામ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
આપણે બહુ રાજકારણ રમી લીધું છે. અનેક નારા સાંભળ્યા છે. જેટલા નારા ગરીબી હટાવવાના આપવામાં આવ્યા તેનાથી વધારે ગરીબી વધી. અમારું રાજકારણ જાતિવાદ, સંપ્રદાયવાદથી પરે છે. વિકાસ માત્ર ઘોષણાઓથી નહીં, આકરી મહેનતથી થાય છે. દરેક વસ્તુની બારીકીમાં જઇને મુશ્કેલીઓ દૂર કરવી પડે છે. ત્યારે સમસ્યાઓનું સમાધાન થાય છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
વીજળી સસ્તી મળે, પણ વીજળી મળે તો સસ્તાનો સવાલ આવશે. અમે દિલ્હીમાંથી જનરેટરના અવાજ દૂર કરી દઇશું. જનરેટરથી મુક્તિ મળતા ઝેરી હવામાંથી મુક્તિ મળશે. દિલ્હીને અમે 24 કલાક વીજળી આપીશું. આ શક્ય છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
ભ્રષ્ટ્રાચારે દેશને બરબાદ કર્યો છે. ભ્રષ્ટ્રાચાર જવો જોઇએ કે નહીં? સફાઇ વડાપ્રધાન બેઠા છે ત્યાંથી શરૂ થવી જોઇએ. હું 7 મહિનાથી દિલ્હીમાં આપની વચ્ચે રહી રહ્યો છું. કોઇએ મારી સામે આરોપ લગાવ્યો છે? મેં ભ્રષ્ટારચાર મુક્તિ અભિયાન હું જ્યાં બેઠો છું ત્યાંથી શરૂ કર્યો છે. હું આ સફાઇ ગલી મહોલ્લા સુધી લઇ જઇશ.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
મારું એક સપનું છે. હું વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને પોતાનું ઘર હોય તેવું કામ કરવા માંગુ છું. આ કામ નાનુ નથી. પણ નાના કામ કરવું હોત તો દેશની જનતા મને ચૂંટી ના લાવત. આ માટે મને આપના આશીર્વાદ જોઇએ છે. ચૂંટણીમાં અમને સહયોગ આપો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
દિલ્હીમાં ચતુરાઇથી એક જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો કર્મચારીઓની રિટાયર્નમે્ન્ટ ઉંમર 58 વર્ષ કરી દેવામાં આવશે. આ જુઠ્ઠાણું ફેલાવનારાઓને ઓળખીને તેમને દૂર કરજો. તેમના પર વિશ્વાસ ના કરશો. હું પીઠમાં ખંજર ભોંકનારી વ્યક્તિ નથી.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
જેમાં જેની માસ્ટરી હોય તેવું કામ તેમને આપવું જોઇએ. જેમને ગાડી ચલાવવાનું આવડે છે તેમને રસોઇ ના સોંપાય. તેમને ફૂટપાથ પર બેસીને વિરોધ કરવાની માસ્ટરી છે તો તેમને તે જ કરવા દો. અમારી માસ્ટરી સારી સરકાર ચલાવવામાં છે. અમને તે કામ આપો. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપવામાં દિલ્હીવાસીઓની બુદ્ધિ તેજ છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
દિલ્હીમાં પૂર્ણ સરકાર, બહુમત સરકાર લાવવી જોઇએ. દિલ્હીનું એક વર્ષ બરબાદ કરનારાઓને સજા કરો. જેમણે દિલ્હીને અસ્થિર કર્યું તેમને ક્યારેય સ્થિર ના થવા દેશો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
દિલ્હીને નક્સલવાદથી દૂર રાખો. તેને એનઆરપી તરફ ના જવા દેવી જોઇએ. દિલ્હીને જવાબદેહ સરકાર આપવી જોઇએ. અમારી જવાબદારી દિલ્હીને બચાવીને આગળ વધારવાની છે.












Click it and Unblock the Notifications
