For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટનો ચૂકાદો મોદી અને ભાજપની નૈતિક જીત: જેટલી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: ગુજરાતના 2002ના રમખાણોના કેસમાં વિશેષ તપાસ ટીમ દ્વારા ત્યાંના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવાના વિરૂદ્ધ જાકિયા ઝાફરીની અરજીને ગઇકાલે નકારી કાઢતાં ભાજપે પાર્ટી અને નરેન્દ્ર મોદીની રાજકીય જીત ગણાવી છે.

પાર્ટીએ તેને 'સત્યની જીત' ગણાવતાં કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના મિત્ર એનજીઓના 11 વર્ષોના દુષ્પ્રચાર વચ્ચે કોર્ટેના આ ચૂકાદાથી નરેન્દ્ર મોદી વધુ મજબૂત બનીને ઉભરી આવ્યા છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે બનાવટી નિવેદનબાજી પુરાવા ન બની શકે. અસત્ય અને સત્ય વચ્ચે એક આધારભૂત ફરક હોય છે કે સત્યની સાથે બધા તથ્યો એક સાથે રહે છે જ્યારે અસત્ય વિખેરાઇ જાય છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતના 2002ના રમખાણોના મુદ્દે નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપતાં ભાજપની આ વિચારધારાની પુષ્ટિ થઇ ગઇ છે કે આ આરોપ પ્રચાર અને રાજકીય દ્રષ્ટિએ લગાવવામાં આવ્યા હતા અને તેમાં કોઇ તથ્ય ન હતા. 'અમને એમ કહેવામાં કોઇ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઇ રાજકીય લડાઇ ન લડી શકે એટલા માટે આ પ્રકારના દુષ્પ્રચાર કરતી રહે છે.

અરૂણ જેટલીએ 'ગત 11 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી અને તેના મિત્ર એનજીઓના દુષ્પ્રચારથી નરેન્દ્ર મોદી અપ્રભાવિત રહ્યાં અને આ દરમિયાન 2002, 2007 અને 20012ની રાજ્યની ચૂંટણીમાં જોરદાર જીત પ્રાપ્ત કરી. તેમને કહ્યું હતું કે રાજકીય અને વહિવટી કુશળતા સાબિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે ન્યાયપાલિકા પાસેથી પણ પાક કરાર ગણાવવાની પુષ્ટિ કરી છે. 'આ ભાજપ અને નરેન્દ્ર મોદીની નૈતિક જીત છે.'

arun-jaitley

ગુજરાતના મુખ્યમંત્રીને મોટી રાહત આપતાં મેટ્રોપોલિટન કોર્ટે 2002ના રમખાણોમાં વિશેષ તપાસ ટીમ દ્વારા તેમને ક્લિન ચિટ આપવાના વિરૂદ્ધમાં દાખલ કરવામાં આવેલી જાકીયા ઝાફરીની અરજીને નકારી કાઢી છે.

અરૂણ જેટલીએ કહ્યું હતું કે આ ચૂકાદાથી કેટલાક લોકોના તે આરોપ ખોટા પુરવાર થયા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા હતી. કોર્ટના ચૂકાદા પર કપિલ સિબ્બલે કહ્યું હતું કે તે પીડિતોના દર્દને સમજી શકે છે, અરૂણ જેટલી કહ્યું હતું કે 'અમે લોકો બધા રમખાણોના પીડિતોના દર્દને સમજીએ છીએ જેમાં 1984ના રમખાણ પીડિતોનો પણ સમાવેશ છે.'

તેમણે કહ્યું હતું કે આઝાદી બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે એક મુખ્યમંત્રીએ આરોપ લાગ્યા પછી પોતાના વિરૂદ્ધ તપાસ પંચની રચના કરી હોય. ત્યારબાદ ગુજરાત પોલીસે તપાસ કરી, પછી વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)એ તપાસ કરી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ, ન્યાય મિત્રએ તપાસ કરી.

અરૂણ જેટલીએ કહ્યું કે 'આટલી તપાસ બાદ નરેન્દ્ર મોદી નિર્દોષ સાબિત થયા છે. કોંગ્રેસના લોકો તેની તુલના 1984ના સિખ વિરોધી રમખાણો સાથે કરતાં જોઇ શકાય છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના રમખાણો સંદર્ભે 4272 કેસ નોંધવામાં આવ્યા, 1168 ચૂકાદા આવ્યા અને ઘણા લોકો દંડિત થયા.

ભાજપના નેતાએ કહ્યું હતું કે એ ગુજરાતના રમખાણો દુર્ભાગ્યપૂર્ણ હતા, પરંતુ જજે પણ એસઆઇટીના રિપોર્ટની પુષ્તિ કરી કે આવા આરોપોના આધાર પર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઇ કેસ બનતો નથી. પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કોર્ટના ચૂકાદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આનાથી અમારા વલણની પુષ્ટિ થઇ છે કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આ પ્રચાર રાજકારણથી પ્રેરિત હતો.

English summary
Rejuvenated by a Gujarat court upholding the SIT clean chit given to Modi in the killings that took place at Gulbarg Housing Society in Ahmedabad during the 2002 riots in the state, the BJP reiterated its stand that a campaign was being carried out by vested interests to malign his image.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X