દિલ્હીમાં છેલ્લા 2 દિવસમાં ટેસ્ટ કરાયેલા 84 ટકા સેમ્પલ ઓમિક્રોન પોઝિટિવ
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને સોમવારના રોજ જણાવ્યું હતું કે, દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પરીક્ષણ કરાયેલા તમામ કોરોના સેમ્પલમાંથી 84 ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ છે.
નવી દિલ્હી : દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને સોમવારના રોજ જણાવ્યું હતું કે, દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પરીક્ષણ કરાયેલા તમામ કોરોના સેમ્પલમાંથી 84 ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ છે. સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, 30થી 31 ડિસેમ્બરના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં 84 ટકા કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે.

23 રાજ્યોમાં ફેલાયેલું છે ઓમિક્રોન
ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટે ભારતના 23 રાજ્યોમાં પોતાના પગ ફેલાવ્યા છે.
ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે, જ્યાં અત્યાર સુધીમાં આ પ્રકારના 510 કેસ મળી આવ્યા છે, ત્યારબાદ દિલ્હી છે જ્યાં 351 કેસ નોંધાયા છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજધાનીની હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની કોઈ કમી નથી. સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, 30 અને 31 ડિસેમ્બરના જીનોમ સિક્વન્સિંગના અહેવાલમાં જે ત્રણ પ્રયોગશાળાઓમાંથી બહાર આવ્યા છે, 84 ટકા નમૂનાઓમાં ઓમિક્રોન વેરિયન્ટ્સ હોવાનું જાણવા મળ્યું છે.
રવિવારના રોજ દિલ્હીમાં કોરોનાના 3,194 કેસ નોંધાયા
નોંધપાત્ર વાત એ છે કે, રવિવારના રોજ દિલ્હીમાં કોરોનાના 3,194 કેસ નોંધાયા હતા, જે શનિવારના રોજ મળેલા કેસ કરતા 15 ટકા વધુ હતા. આ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું હતું. આ સાથે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 25,109 થઈ ગયો છે.
કેસ વધી રહ્યા છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે
સત્યેન્દ્ર જૈને ગૃહને કહ્યું કે ભલે દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે, કારણ કે તેના લક્ષણો જીવલેણ નથી. આ પ્રકારથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા સોમવારે જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ દિલ્હીમાં કોરોનાના 4000 નવા કેસ નોંધાયા છે અને રાજ્યમાં કોરોના પોઝિટિવ રેટ 6.5 ટકા છે. જૈને કહ્યું કે દિલ્હીમાં એક અઠવાડિયામાં કોરોનાના કેસ ટોચ પર પહોંચી જશે, પરંતુ અત્યાર સુધી તે માત્ર એક અંદાજ છે.












Click it and Unblock the Notifications
