કેજરીવાલની સાથે ડિનર કરવું છે તો ચૂકવવા પડશે 20 હજાર રૂપિયા
નવી દિલ્હી, 8 માર્ચ: આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ફંડ એકઠું કરવાનો નવો ફોર્મ્યુલા અપનાવી લીધો છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની સાથે ડિનર કરવાના માધ્યમથી ફંડ એકઠું કરવાની યોજના બનાવી છે. તેના માટે પાર્ટીએ અરવિંદ કેજરીવાલ સાથે ડિનર કરાવવાની યોજના બનાવી છે.
આ યોજના હેઠળ જો તમે અરવિંદ કેજરીવાલ સાથે ડિનર કરવા માંગો છો તો તમારે તેના માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. અરવિંદ કેજરીવાલની સાથે આ ડિનર થોડું મોંઘું પડશે. અરવિંદ કેજરીવાલની સાથે ડિનર કરવા માટે 20 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
બેંગલુરૂમાં 15 માર્ચના રોજ યોજાનારી ફંડરેજર ડિનરમાં આ નવો તુક્કો અપનાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ સાથે ડિનરમાં સામેલ થવા માટે દરેકને 20 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો કે પાર્ટીને આશા છે કે આનાથી તેમને મોટી રકમ મળશે.

સૂત્રોનું માનીએ તો આ ડિનર પાર્ટીમાં લગભગ 200 લોકોને આમંત્રિત કરવામાં આવશે. ડિનર પાર્ટીમાં ટેક્નોલોજી, પ્રાઇવેટ ઇક્વિટી અને વેંટર કેપિટલ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિમંત્રણ 'આપ' સભ્ય અને ઇન્ફોસિસના બોર્ડના સભ્ય રહી ચૂકેલા બાલાકૃષ્ણનને મોકલ્યા છે. અરવિંદ કેજરીવાલની આ ડિનર પાર્ટી બેંગ્લોરની એક મોટી હોટલમાં આયોજિત કરવામાં આવી શકે છે. અહી અરવિંદ કેજરીવાલ એક કલાક સુધી મહેમાનો સાથે વાતચીત કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો પાર્ટીનો આ ફોર્મ્યૂલા કામ કરી જશે જો આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
Did You Know: આમ આદમી પાર્ટીને વિદેશથી લાખો રૂપિયાનું દાન મળી રહ્યું છે, પરંતુ વિદેશની એક મહિલા તેમણે દરરોજ 2014 રૂપિયા મોકલે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
