For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇકોનોમિક્સ ટાઇમ્સ સર્વે: ભારે મતોથી શીલાનું પત્તુ સાફ કરશે કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 નવેમ્બર: ભલે દિલ્હી વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલાં અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલનો ઝઘડો લોકો સમક્ષ પ્રગટ થયો હોય વધુ એક સમાચાર ચેનલના સ્ટિંગ ઓપરેશનના કારણે 'આપ' પાર્ટીના નેતાઓ પર ફંડ એકઠું કરવાના આરોપ લાગ્યા પરંતુ ચૂંટણી વિશ્લેષણ તો કંઇક અલગ જ કહાણી વ્યક્ત કરે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના સર્વે અનુસાર તો આ વખતે દિલ્હી વિધાનસ્ભા ચૂંટણીમાં 'આપ' પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના સર્વેનું માનીએ તો આ વખતે ચૂંટણીમાં પ્રતિષ્ઠિત નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ભૂંડી રીતે માત આપશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ મોટા અંતરથી શીલા દીક્ષિતને હરાવશે.

sheila-dixit-arvind-kejriwal

અરવિંદ કેજરીવાલ યુવાનોમાં સૌથી લોકપ્રિય ચહેરો છે એટલા માટે તેમને ચાલીસ ટકા વધુ વોટ મળશે જેના કારણે તે ભારે અંતરથી શીલા દીક્ષિતને હરાવી શકશે. એટલું જ નહી આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે શીલા દીક્ષિત પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ત્રીજા નંબર રહેશે. બીજી નંબરે ભાજપના ઉમેદવાર વિજેન્દ્ર ગુપ્તા રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇકોનોમિક્સ ટાઇમ્સનો આ સર્વે નવી દિલ્હી વિધાનસભા સીટના 1201 રજિસ્ટર્ડ વોટરોની સલાહ પર આધારિત છે, સર્વે 22 થી 24 નવેમ્બર વચ્ચે કરાવવામાં આવ્યો છે, જેમાં બધા 188 મતદાનો કેન્દ્રોના મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો સર્વેવાળી વાત સાચી સાબિત થાય છે તો શીલા દીક્ષિતની હાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે કારણ કે દિલ્હીમાં હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે એવામાં દિલ્હીની સત્તાથી કોંગ્રેસ બેદખલ થવું તેના માટે લોકસભા ચૂંટણીમાં જીવતું મુશ્કેલ થઇ શકે છે.

English summary
New Delhi constituency where Delhi CM and three-time winner Sheila Dikshit, will be routed by Aam Aadmi Party candidate Kejriwal. She will be pushed to the third place, says Economic Times Survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X