પાણી સંકટ: મહિલાએ આપ ધારાસભ્યને લગાવી દિધી ઝાપટ
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: નેતાઓ માટે રવિવારનો દિવસ થપ્પડ ખાનાર સાબિત થયો. એક તરફ પાણીપતમાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ એક યુવકે થપ્પડ લગાવી દિધી તો દિલ્હીના સંગમ વિહારમાં એક મહિલાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનિયાને લાફો ફટકાર્યો દિધો હતો.
ન્યૂઝ ચેનલોના જણાવ્યા અનુસાર દિલ્હીના સંગમ વિહારમાં રવિવારે સાંજે પાણીને લઇને ધરણા આપી રહેલી એક મહિલાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ મોહનિયાની ધોલાઇ કરી દિધી. પાણીના મુદ્દાને લઇને રકઝક દરમિયાન મહિલાએ દિનેશ મોહનિયાને થપ્પડ લગાવી દિધી હતી. દિનેશ મોહનિયાએ કહ્યું હતું કે આ બસ પાણી માફિયાના ઇશારા પર કરવામાં આવે છે. બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી માહિતી મુજબ સંગમ વિહારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. તેને લઇને કેટલીક મહિલાઓ ધરણા પર બેસી હતી. રવિવારે સાંજે આમ આદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય દિનેશ મોહનિયા ધરણા પર બેઠેલી મહિલાઓને મળવા ગયા. તે દરમિયાન તેમની પાણીની સમસ્યાને લઇને ગુસ્સે ભરાયેલી મહિલાઓ સાથે રકઝક થઇ ગઇ. આ રકઝક દરમિયાન એક મહિલાએ દિનેશ મોહનિયાને તમાચો ચોડી દિધો હતો. ધારાસભ્યને અચાનક તમાચો ચોટવામાં આવતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બાદ દિનેશ મોહનિયા ત્યાંથી બચીને નિકળી ગયા હતા.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
