આપ ભાજપને મુદ્દા આધારિત સમર્થન આપવા માટે તૈયાર: પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: દિલ્હીમાં હજુ પણ સરકાર રચવા પર ગ્રહણ લાગેલું છે. વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ સરકાર બનાવવા માટે જરૂરી 36 સીટો મળી શકી નથી. પ્રદેશની બે મોટી પાર્ટી ભાજપ અને આમ આદમી પાર્ટીએ હજુ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. આ દરમિયાન આપે કહ્યું હતું કે જો ભાજપ અમારી માંગોને પૂરી કરશે તો અમે પ્રદેશમાં સરકાર બનાવવામાં સમર્થન આપી શકીએ છીએ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 15 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવવાની આશાની સાથે આજે બેઠક બોલાવી છે.
એક વર્ષ પહેલાં બનેલી આમ આદમી પાર્ટીએ પોતાના વલણને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે અમે વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશુ અથવા તો ચૂંટણીનો સામનો કરીશું. આપના નેતા મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપની સાથે જવાના બદલે ફરીથી ચૂંટણી લડવા માંગશે. પરંતુ આપના સીનિયર નેતા પ્રશાંત ભૂષણ કાલે સાંજે વિપક્ષીઓ પ્રત્યે નરમ વલણ દર્શાવ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી શરતો પર સમર્થન આપી શકે છે, જો ભાજપ 29 ડિસેમ્બર સુધી જનલોકપાલ બિલ પાસ કરી દે અને જનસભાનું નિર્માણ કરે સાથે જ આપે જનતાને જે વાયદા કર્યા છે તેમને પૂરા કરવા માટે લેખિત વાયદો કરે. જો કે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ મારો વ્યક્તિગત વિચાર છે પાર્ટીનો નહી.












Click it and Unblock the Notifications
