For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટ મંત્રીઓને છ મહિનામાં જેલ : કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kejariwal
નવી દિલ્હી, 27 નવેમ્બર: અરવિંદ કેજરીવાલે આજે 'આમ આદમી પાર્ટી (આપ) ની ઔપચારિક શરૂઆત કરી છે કે અને તેમને કહ્યું છે કે અમારી પાર્ટી સત્તામાં આવશે તો છ મહિનામાં ભ્રષ્ટ મંત્રીઓને જેલ ભેગાં કરી દઇશું. જંતર-મંતર પર હજારોની સંખ્યામાં એકઠા થયેલી ભીડને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યાના 15 દિવસની અંદર સંસદમાં લોકપાલ બિલ રજૂ કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભ્રષ્ટ મંત્રીઓ અને નેતાઓની યાદીનો અંત આવશે. આ બધા લોકો પર કેસ દાખલ કરવામાં આવશે અને જો તેમના આરોપો સાબિત થશે તો તેમને જેલ ભેગાં કરવા જોઇએ.

શાંતિ ભૂષણ અને પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ એલ-રામદાસની સાથે અરવિંદ કેજરીવાલે લોકોને જણાવ્યું હતું કે તેમની કેવી રીતે કામ કરી રહી છે. અન્ય રાજકીય પાર્ટીઓ આઝાદી બાદ દેશને લૂંટી રહી છે.

કેજરીવાલની જાહેરાત કરી હતી કે ઝારખંડ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ ભગવતી પ્રસાદ શર્મા અને એડમિરલ રામદાસ તેમની પાર્ટી પહેલાં 'આંતરિક પાર્ટી'ના સભ્ય હતા. આંતરિક લોકપાલના સભ્યો અને કાર્યકર્તાઓ વિરૂદ્ધના આરોપોની તપાસ કરશે.

રેમોન મૈગ્યાયસાય એવોર્ડથી નવાઝમાં આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વર્ષ 2014માં સામાન્ય ચૂંટણીમાં એક અલગ પ્રકારની રાજકીય લડાઇ લડવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં બે રાજકીય દળો વચ્ચે નહી પરંતુ નેતાઓ અને આમ આદમી વચ્ચેની લડાઇ લડવામાં આવી રહી છે.

છેલ્લા 65 વર્ષોથી સંઘર્ષ કરી રહેલો સામાન્ય માણસ પોતાની પાર્ટી બનાવવા અને સંસદમાં બેસવા માટે જઇ રહ્યો છે. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા કેજરીવાલે વધું જણાવ્યું હતું કે 26 નવેમ્બરે તાજેતરના રાજકીય વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે ક્રાંતિની શરૂઆતના દિવસ તરીકે યાદ કરવામાં આવશે.

આપણે નેતાઓ પાસેથી સત્તા પાછી લેવી છે જે આપણે છેલ્લાં 65 વર્ષોથી તેમને સોંપી છે. આપણે પ્રથમ કક્ષાના નાગરિક છીએ પરંતુ ત્રીજી કક્ષાની સરકારના હાથોમાં સત્તા છે. આપણે લાગે છે કે આ નેતાઓ માટે આપણા માટે લડે છે. પરંતુ તે દેશને લૂંટી રહ્યાં છે.

કેજરીવાલે તેમના સમર્થકોને ચાર શપથ અપાવી હતી- હું કોઇ પ્રકારની લાંચ લઇશ કે આપીશ નહી, હું ક્યારેય એક બોટલ દારૂ, પૈસા કે સાડી માટે મારા વોટને વેચીશ નહી, હું દરેક ચૂંટણીમાં મારો વોટ આપીશ, અને હું મારી જાતિ કે ધર્મ મુજબ મતદાન કરીશ નહી. જે પણ પાર્ટીનો સભ્ય બનવા માંગે છે તે શનિવાર સુધી આ પ્રકારનું કરી શકે છે. તેમની પાર્ટી કામકાજમાં પારદર્શકતા વર્તશે. અને પોતાની પાર્ટીનો ખર્ચ અને મળનારા દાનની વિગત તેની વેબસાઇટ પર અપડેટ કરશે. કોંગેસ અને ભાજપને પડકાર ફેંકતા કહ્યું હતું કે તે પોતાની સંપતિને જાહેર કરે તથા ગુજરાતની ચૂંટણીમાં જાહેરાત પાછળ કરવામાં આવતાં ખર્ચ અંગે લોકોને જાણકારી આપે.

શું તેમના હિંમત છે કે તે તેમની સંપતિ જાહેર કરે? જવાનો અને ખેડૂતોને પ્રાથમિકતા આપવી જોઇએ. જો જવાન દેશ માટે લડતાં-લડતાં શહિદ થઇ જાય તો તેના પરિવારને બે કરોડની સહાય આપવી જોઇએ. ક્રિકેટમાં સદી ફટકારવામાં આવે તો તેને એક-બે કરોડ આપવામાં આવે છે. હું એમ કહેતો નથી કે તેમને પૈસા આપવા ન જોઇએ પરંતુ એટલા પૈસા સેનાના જવાનો પણ આપવા જોઇએ. તેમને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની યૂપીએ સરકારે રિલાયન્સના દબાણના કારણે જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રીના પદે દૂર કરવામાં આવ્યાં. સરકારે કંપનીઓના માથેથી પાંચ લાખ કરોડનો બોજ હળવો કરી દિધો પરંતુ સામાન્ય માનવીને આ મુદ્દે કોઇ રાહત આપવામાં આવી નથી.

English summary
Arvind Kejriwal on Monday launched his AAP and vowed to send "corrupt" ministers to jail within 6 months of his party being voted to power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X