આતિશીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, દિલ્હીને મળ્યા સૌથી યુવા મુખ્યમંત્રી
Delhi New CM Atishi Oath Ceremony: અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આતિશી દ્વારા દિલ્હીમાં નવી સરકાર બનાવવા માટે દાવો કરવામાં આવ્યો હતો.
જે બાદ આતિશીએ 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે આતિશી દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામા આપ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ તેમને મુખ્યમંત્રી પદના અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આવા સમયે સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત બાદ આતિશી માર્લેના દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બની ગયા છે. આ સાથે તેઓ સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે.

આતિશીની સાથે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ચાર જૂના મંત્રીઓ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈને શપથ લીધા હતા.
આ ઉપરાંત કેબીનેટમાં નવા ચહેરા તરીકે સુલતાનપુર માજરાના ધારાસભ્ય મુકેશ કુમાર અહવાલતે પણ કેબિનેટના શપથ લીધા હતા.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દરેકને શપથ લેવડાવ્યા હતા. આ સાથે કેબિનેટમાં મંત્રીનું છઠ્ઠું પદ હજુ પણ ખાલી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા આતિશી માર્લેનાએ અરવિંદ કેજરીવાલના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે કેબિનેટમાં સામેલ પાંચ ધારાસભ્યોએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
આ પછી બધા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે રાજ નિવાસ પહોંચ્યા હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, આતિશીએ પાર્ટીમાં ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેઓ વર્ષ 2013માં આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરનારી મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય પણ હતા.
આ સાથે આતિશી માર્લેનાએ આમ આદમી પાર્ટીની નીતિઓ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
#WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9
— ANI (@ANI) September 21, 2024












Click it and Unblock the Notifications
