નરેન્દ્ર મોદી બાદ SRCCએ મનમોહન સિંહને આપ્યું આમંત્રણ

નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાના નિર્ણયને સાચો ગણાવતાંન કોલેજના પ્રિન્સિપાલે કહ્યું હતું કે 'અમે કશું ખોટું કર્યુ નથી. લોકતંત્રમાં આપણે દરેક પ્રકારના લોકોના વિચાર સાંભળવાનો અધિકાર છે અને કોલેજે કશું ખોટું કર્યું નથી. તેમને કહ્યું હતું કે તે મુદ્દાને મીડિયાને વધું પ્રચારિત કર્યો હતો પરંતુ અમારા માટે આ અન્ય કાર્યક્રમની જેમ હતો.
ગુજરાતના મુખ્યમંત્રીને બોલાવવા વિશે પી સી જૈને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનાનો નિર્ણય વિદ્યાર્થીઓનો હતો, વિદ્યાર્થીઓની અપેક્ષાઓને પુરી કરવી અમારું કર્તવ્ય છે.' આ પહેલાં આ કોલેજે એપીજે અબ્દુલ કલામ, પી ચિદમ્બરમ, પ્રણવ મુખર્જી, ઇ શ્રીધરન અને કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓને અહીં આમંત્રિત કરી ચૂકી છે. પી સી જૈને આ અંગે કહ્યું હતું કે આપણા અર્થશાસ્ત્રી વડાપ્રધાન પાસે આશા રાખીએ છીએ કે અમારા ત્યાં આવે અને અર્થશાસ્ત્ર પર પોતાનો વિચાર રાખે.












Click it and Unblock the Notifications
