For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત દિવસ બાદ જેલમાંથી બહાર નિકળ્યા આસારામ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 10 સપ્ટેમ્બર: આસારામ જેલ ગયા બાદ એક અઠવાડિયા બાદ સોમવારે બહારની હવા ખાવાની તક મળી હતી. તે જામીન પર જોધપુર સેન્ટ્રલ કોર્ટની બહાર આવ્યા ન હતા, પરંતુ એમઆઇઆઇ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

જોધપુરના એમડીએમ હોસ્પિટલમાં દોઢ કલાક બાદ તેમનો નંબર આવ્યો હતો. બીજી તરફ જામીન અરજી હાઇકોર્ટમાં સોમવારે પણ લગાવી શક્યા ન હતા. ચર્ચાની વાત એ છે કે નિચલી કોર્ટમાં જામીન અરજી ન મળતાં તે પોતાનાથી ઘણા નારાજ છે અને તે વકીલોના બદલે કોઇ મોટા વકીલ પાસે આ કેસની પેરવી કરાવવા માંગે છે.

આસારામને જેલમાં વિશેષ ભોજન તથા અન્ય સુવિધાઓની વ્યવસ્થાની માંગને લઇને નીચલી કોર્ટમાં સુનાવણી મંગળવારે થશે. કોર્ટના આદેશ અનુસાર આ સુનાવણીમાં તેમનો મેડિકલ તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

આસારામની મેડિકલ તપાસ માટે મેડિકલ બોર્ડ સવારે જેલ પહોંચ્યું હતું અને તપાસ શરૂ કરી. બોર્ડે નક્કી કર્યું કે એમઆરઆઇ કરાવી લેવું જોઇએ. ત્યારબાદ બપોરે 4.15 વાગે આસારામને જેલથી બહાર એમડીએમ હોસ્પિટલ માટે લઇ જવામાં આવ્યા હતા.

asaram

હોસ્પિટલમાં એમઆઇઆઇ માટે પહેલાંથી નોંઘણી કરાવેલા લોકોની તપાસ ચાલુ હતી, જેથી આસારામને દોઢ કલાક રાહ જોવી પડી હતી. ત્યારબાદ તેમને સીધા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ગત સુનાવણી દરમિયાન કોર્ટે મેડિકલ બોર્ડનું નિર્માણ કરી આસારામને સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું હતું. રિપોર્ટના આધારે પર નિર્ણય સંભળાવવામાં આવશે.

આસારામના વકિલનો તર્ક હતો કે આસારામને ત્રણ પ્રકારની બિમારીઓ છે જેથી તે વિશેષ દવાઓ નાખીને ભોજન લે છે. વકિલે કોર્ટમાં કહ્યું હતું કે વ્યક્તિગત મુદ્દો હોવાથી તેમની બિમારીઓનો ખુલાસો કરી ન શકાય.

સૂત્રોએ જણાવ્યું હતું કે આસારામને જ્યારે પણ વકિલ મળવા જાય છે, ત્યારે આસારામ તેમના ગુસ્સો ઠાલવે છે. હાઈ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં મોડું થઇ રહ્યું હોવાથી માનવામાં આવી રહ્યું છે કે આસારામ કોઇ મોટા વકિલની શોધમાં છે.

English summary
A team of doctors, which examined self-styled godman Asaram Bapu to ascertain if he needs 'special food' inside jail, will submit its report to Jodhpur court on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X