For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RWA ને મજબૂત કરવા કેજરીવાલ સરકાર પાસે ખાસ પ્લાન, MCD ચૂંટણી પહેલા બેઠક બોલાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકાર દિલ્હી એમસીડી કલેક્ટ કરવા માટે મેદાને પડી છે ત્યારે હવે કેજરીવાલે RWA ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકાર દિલ્હી એમસીડી કલેક્ટ કરવા માટે મેદાને પડી છે ત્યારે હવે કેજરીવાલે RWA ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં RWA પ્રતિનિધિઓ સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી અધિકારીઓ ઓફિસમાં તમામ નિર્ણયો લેતા રહેશે ત્યાં સુધી સરકાર સફળ નહીં થાય. અહીં કેજરીવાલે કહ્યું કે, ફંડનો ખોટો ઉપયોગ થાય છે. કામ કાગળ પર થાય છે, જમીન પર નહીં. લોકોને પુછીને સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે.

delhi

આ મુદ્દે આગળ વાત કરતા કેજરીવાલે કહ્યું કે, અમારી ફિલોસોફી છે કે કામ જનતાને પૂછીને થવું જોઈએ. અમે એવી સિસ્ટમ લાવવા માંગીએ છીએ કે RWA કોઈને પૂછ્યા વગર કામ કરી શકે. અમે દિલ્હીને 3.5 હજાર વિસ્તારોમાં વહેંચી દીધું છે. પરંતુ MCDમાં ભાજપ હતું એટલે સમર્થન નહોતું. હવે આરડબ્લ્યુએ લોકોની નજીક રહે છે અને સૌથી વધુ ગાળો ખાય છે.

કેજરીવાલ અને બીજેપી દિલ્હી એમસીડી પર કબ્જો કરવા માટે સામસામે છે ત્યારે કેજરીવાલે કહ્યું કે, અમે આરડબ્લ્યુએને આર્થિક રીતે મજબૂત કરીશું. કાઉન્સિલરો વિસ્તાર પ્રમાણે બને છે. અમે ઈચ્છીએ છીએ કે તમે પણ તે વિસ્તારના મિનિ કાઉન્સિલર બનો અને તમે અમુક રકમના નિર્ણયો લઈ શકો. મચ્છરોનો સામનો કરવા માટે ઝાડ કાપવા, છંટકાવ કરવો એ નાના કાર્યો છે. જો લોકોની સીધી ભાગીદારીની વ્યવસ્થા અમલમાં આવશે તો તે દેશ માટે મોટી વાત હશે.

અહીં કેજરીવાલે આગળ કહ્યું કે, નાના પગલા લઈશું અને ધીરે ધીરે સુધાર કરીશુ. કેજરીવાલે કહ્યું કે, સૌથી વધુ પાવર તમને આપવામાં આવે, સરકાર અને નિગમ ઓછુ કામ કરે, અમે ઈચ્છીએ છીએ કે, RWA વધુ કામ કરે. સુરક્ષાના મુદ્દે કેજરીવાલે કહ્યું કે, નાગરિક સંરક્ષણ દ્વારા સુરક્ષા કરી શકાય કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય કેજરીવાલે કહ્યું કે વોટ્સએપ પર બધાને કહો કે આમ આદમી પાર્ટીને વોટ કરે.

English summary
Ahead of the MCD elections, Kejriwal held a meeting with RWA representatives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X