For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની 'પ્રેમની રાજધાની' એટલે દિલ્હી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

valentines-day-1
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ફિલ્મ, રમત, સાહિત્ય અને રંગમંચ સાથે જોડાયેલી હસ્તીઓ સાથે-સાથે દેશના લોકોએ દેશની રાજધાની દિલ્હીને 'દેશનું સૌથી સુંદર શહેર' ગણ્યું છે. ઓનલાઇન શોપીંગ વેબસાઇટ 'સ્નેપડીલ ડોટ કોમ' દ્રારા વેલેન્ટાઇન ડેના અવસર પર કરાવવામાં આવેલા મતદાનમાં દિલ્હી પ્રથમ સ્થાને રહ્યું હતું. વેબસાઇટે આ અવસર પર મુખ્યમંત્રી શીલા દિક્ષિતને મતદાતાઓના ફોટાની એક કોલાજ અને ટ્રોફી ભેટમાં આપી હતી.

વેબસાઇટ પર ચાર ફેબ્રુઆરીથી શરૂ થયેલા મતદાનમાં 53,174 લોકો સાથે દિલ્હી પ્રથમ સ્થાન પર, 49,010 મતો સાથે મુંબઇ બીજા ક્રમે અને 29,047 મતો સાથે શ્રીનગર ત્રીજા ક્રમે રહ્યું હતું.

મુખ્યમંત્રી શીલા દિક્ષિતે કહ્યું હતું કે 'દિલ્હી માટે આ ખૂબ જ સકારાત્મક સંકેત છે. આવું કેમ થયું કારણ કે ભારતના લોકો દિલ્હીથી પ્રેમ કરે છે.' તેમને કહ્યું હતું કે 'બધાને દિલ્હીમાં પોતાના ઘર જેવો અહેસાસ થાય છે.' પત્રકાર અને લેખક ખુશવંત સિંહ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, ગાયક અભિજિત ભટ્ટાચાર્ય, અભિનેતા અંશુમન ખુરાના વગેરેએ દિલ્હીના પક્ષમાં મતદાન કર્યું હતું અને શહેરના પસંદગીના સ્થળો અને તેની સાથે જોડાયેલી યાદોને તાજા કરી હતી.

English summary
The national capital on Wednesday got tagged as the "Most Lovable city of India" in an online campaign which saw voting by noted personalities from Bollywood, sports, theatre and literature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X