For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ રજૂ કરવા માટે પી ચિદંબરમ સંસદ ભવન પહોંચ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: આજે દેશના નાણામંત્રી પી ચિદંબરમ આજે 12 વાગે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. વધતી જતી મોંઘવારી કારણે નાણામંત્રી પી ચિદંબરમ સામે એક સારું બજેટ રજૂ કરવાનો પડકાર છે. આમ તો પી ચિદંબરમ તરફથી ઇશારો કરવામાં આવ્યો છે કે આ વખતે બજેટમાં ખર્ચ પર ભારે કાપ થઇ શકે છે.

પરંતુ તેમછતાં તેમના માટે આજ રસ્તો સરળ નથી કારણ કે તે યુપીએ 2નું અંતિમ બજેટ છે. જેની સીધી અસર આગામી લોકસભાની ચુંટણી પર પડશે. તેમછતાં એવા અણસાર જોવા મળી રહ્યાં છે કે વસ્તુઓ સસ્તી નહી પરંતુ મોંઘી બની શકે છે.

ટીવી ચેનલોનું માનવામાં આવે તો સરકાર આ વખતે પોતાના બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી વધારી શકે છે જેમ કે રોજ વપરાશની વસ્તુઓ પર લાગો થશે જેમાં મોબાઇલ ફોન, પુસ્તકો, કોફી, હોટલ, રેસ્ટોરેન્ટનો સમાવેશ થાય છે. કહેવામાં આવે છે કે મોબાઇલ, સોનું, ચાંદીના સિક્કા પર એક્સાઇઝમાં 1 ટકાનો વધારો સંભવ શક્ય છે. જો આવું થાય તો સરકારને 40 હજાર કરોડ રૂપિયાની વધારાની આવક મળી શકે છે.

p-chidambaram

બીજી તરફ સામાન્ય માણસ જે મોંઘવારી માર સહન કરી ત્રાહીમામ પોકારી રહ્યો છે, તેની ઇચ્છા એટલી છે કે આ બજેટમાં વસ્તુઓ મોંઘી ના બને કારણ કે હવે ઘણું થઇ ગયું છે. બધાનું કહેવું છે કે હવે વિચારવાનું બંધ કરી દીધું છે કે વસ્તુઓ સસ્તી થશે. હવે ફક્ત એવી આશા રાખીએ છીએ કે વસ્તુઓ મોંઘી ના થાય. ખેર જે પણ હોય જોઇએ કે ચિદંબરમના પટારામાંથી આજે દેશની જનતા માટે શું નિકળે છે જેને સાંભળ્યા બાદ દેશની જનતા ખુશ થાય છે કે નારાજ?

English summary
All eyes on Finance Minister P. Chidambaram for today's Union Budget 2013. This is a last UPA 2 Budget So it is a very Important for the Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X