મેટ્રોમાં ‘પ્રેમ લીલા’ કરતા કપલ ચેતે, વધુ એક MMS લીક
નવી દિલ્હી, 24 જુલાઇઃ મેટ્રો સ્ટેશન અને મેટ્રો ટ્રેનની અંદર અંતરંગ થતા પ્રેમી જોડાનો એક એમએમએસ બનાવીને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હવે ધીરે-ધીરે મેટ્રોની અંદર બનેલી બ્લ્યુ ફિલ્મ બહાર આવી રહી છે. જી હાં, દિલ્હી મેટ્રો તરફથી ફરિયાદ નોંધાવવામાં આવ્યાના બીજા જ દિવસે વધુ એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં મેટ્રોના પગથિયા અને મેટ્રો રેલમાં યુગલ યૌન ક્રિડામાં લિપ્ત જોવા મળ્યા છે.
દિલ્હી મેટ્રોના કોર્પોરેટ સંચારના પ્રબંધ નિદેશક અનુજ દયાણે જણાવ્યું કે, ડીએમઆરસીએ વીડિયોને તપાસ અર્થે મુખ્ય સુરક્ષા આયુક્તમાં મોકલવામાં આવ્યા છે. આ જ રીતે આવેલા પહેલા વીડિયોની તપાસ દિલ્હી પોલીસની સાઇબર અપરાધ શાખા કરી રહી છે. તેમણે જણાવ્યું કે, ડીએમઆરસીએ લોકોને સાર્વજનિક પરિવહન પર યાત્રા દરમિયાન શિષ્ટાચાર, અનુશાસન અને શિષ્ટતા જાળવી રાખવાની અપીલ કરી છે.
આ પહેલા પણ લગભગ ખાલી મેટ્રો રેલમાં બેથી 8 મીનિટના બનાવવામાં આવેલા 250થી વધુ વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. સાઇબર શાખામાં ફરિયાદ નોંધાવતા પહેલા ડીએમઆરસીએ સીઆઇએસએફ પર સીસીટીવી વીડિયોની દેખરેખમાં ચૂકનો આરોપ લગાવ્યો છે. જો કે, સીઆઇએસએફે આરોપોનું ખંડન કરતા કહ્યું કે, તે માત્ર નિરીક્ષણ એજન્સી છે.













Click it and Unblock the Notifications
