For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ અને ટીમની પોલીસે કરી ધરપકડ

|
Google Oneindia Gujarati News

Kejriwal
નવી દિલ્હી, 12 ઓક્ટોબર: ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સભ્ય અને સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ અને તેમના સમર્થકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે કેજરીવાલ અને તેમની ટીમ સલમાન ખુર્શીદ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

કેજરીવાલ અને તેમની ટીમ પ્રધાનમંત્રી નિવાસસ્થાન બહાર ભ્રષ્ટાચાર સામે ધરણા પર બેઠા હતા. તેમણે સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ખુર્શીદે પોતાના ટ્રસ્ટ દ્વારા હજારો વિકલાંગોના રૂપિયા પચાવી પાડ્યા છે. જેના માટે સલમાન ખુર્શીદે રાજીનામું આપી દેવું જોઇએ.

દિલ્હી પોલીસ તેમની પર તૂટી પડી જ્યારે તેઓ પીએમ હાઉસ સામે ભેગા થઇને સલમાન ખુર્શીદે તેમના ટ્રસ્ટ દ્વારા કરેલા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહ્યા હતા. કેજરીવાલ અને તેમની ટીમ આ અંગે ખુર્શીદનું રાજીનામું માગી રહ્યા હતા.

પોલીસે કેજરીવાલ, મનિષ સિસોદીયા, ગોપાલ રાય સહિત તમામ સમર્થકોને ખેંચીને પોલીસ વાનમાં ભરી દીધા હતા. આ દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે 'પોલીસ અમને ક્યાં લઇ જઇ રહી છે, તે અમને ખબર નથી, પણ જેલમાં લઇ જશે તો જેલમાં જઇશું, ત્યાંથી બહાર નહીં આવીએ. પણ જ્યાં સુધી સલમાન ખુર્શીદ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.'

English summary
Arvind Kejriwal, who along with disabled people marched towards the Prime Minister's residence on Friday demanding dismissal of Law Minister Salman Khurshid, was detained by the Delhi Police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X