કેજરીવાલને રાહુલ અને મોદીની ટ્વિટને સમર્થન આપવું પડ્યું ભારે

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સંગીત નિર્દેશક વિશાલ ડડલાણીની એક ટ્વિટને રિટ્વિટ કરી ફસાઇ ગયા છે જેના પર તેમની ટીકા થઇ રહી છે. જો કે વિશાલ ડડલાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી.

આ ટ્વિટમાં વિશાલ ડડલાણીએ રાહુલ ગાંધીને 'મૂર્ખ' અને નરેન્દ્ર મોદીને 'હત્યારા' ગણાવ્યા હતા. 'આપણે એક મૂર્ખ અને હત્યારા વચ્ચે ફસાઇ ગયા છીએ, હવે દેશનું શું થશે.?' વિશાલ ડડલાણીની આ ટ્વિટને અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરી દિધી જેના પર તેમની ચારેતરફ ટીકા થઇ રહી છે.

rahul-arvind-kejriwal-modi

આ દરમિયાન ભાજપના નેતા નિર્મલા સીતારમણે આ ટ્વિટની ટીકા કરી છે અને અરવિંદ કેજરીવાલને આવા વિવાદિત ટ્વિટથી દૂર રહેવાની ચેતાવણી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સરકારે પોતાના શાસનનો એક મહિનો પુરો કરી લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા મંત્રી સોમનાથ ભારતી પણ એક પછી એક વિવાદોમાં ઘેરાયેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X