For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના 'દંગલ' માટે કોંગ્રેસ જાહેર કરી 24 ઉમેદવારોની યાદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જાન્યુઆરી: વર્ષ બદલાતાં જ હવામાનમાં આવેલી ગરમીની સાથે દિલ્હીનું રાજકારણ ગરમાઇ ગયું છે. વર્ષના પહેલાં દિવસે જ કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં પોતાના 24 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. જો કે પાર્ટીએ તે બધા નામો પર ફરી દાવ લગાવવાનો નિર્ણય કર્યો છે જે વિધાનસભામાં ચૂંટણી લડી ચૂક્યાં છે પરંતુ પાર્ટીએ વિધાનસભા સ્પીકર રહેલા પોતના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીની ટિકીટ કાપી દિધી છે.

congress-list

પાર્ટીએ મહારેલીથી શાસ્ત્રીની જગ્યાએ સતબીર સિંહને ઉમેદવાર બનાવાયા છે આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલીને ગાંધીનગર, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા હારૂન યુસુફને બલ્લીમારાન અને પૂર્વ મંત્રી ડૉ એકે વાલિયાને લક્ષ્મીનગર સીટ પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને ગત વિધાનસભા ચૂંટણીમાં 70 થી 8 સીટો મળી હતી.

શીલા દીક્ષિત ફરી હશે સ્ટાર પ્રચારક
કોંગ્રેસે કહ્યું કે દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની એક મુખ્ય પ્રચાર હશે. શીલાએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવાની મનાઇ કરવાના સમાચાર વચ્ચે કોંગ્રેસે સાંસદ પીસી ચાકોએ સંવાદદાતાઓને જણાવ્યું કે 'પાર્ટી માટે શીલા એક મુખ્ય પ્રચારક હશે. તે એક સ્ટાર પ્રચારકના રૂપમાં સક્રિય ભૂમિકા ભજવશે.

English summary
Congress on Thursday releases the first list of 24 candidates for upcoming Delhi assembly polls. PCC chief Arvinder Singh Lovely, former ministers Harun Yusuf, Raj Kumar Chauhan, AK Walia have got party nomination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X