For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધાના હત્યારા આફતાબને લઈ જતા પોલીસ કાફલા પર હુમલો, પોલીસે બંદુક કાઢી!

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને લઈને જઈ રહેલા પોલીસ કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, પોલીસે આફતાબને લઈને જઈ રહી હતી તે દરમિયાન દિલ્હીના રોહિણીમાં આ હુમલો થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને લઈને જઈ રહેલા પોલીસ કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, પોલીસે આફતાબને લઈને જઈ રહી હતી તે દરમિયાન દિલ્હીના રોહિણીમાં આ હુમલો થયો છે.

શ્રદ્ધાના હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા સાથ લઈને પોલીસ સતત તપાસ કરી રહી છે અને તેનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરાયો છે ત્યારે આજે પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલની ટીમ આફતાબને લઈને બહાર આવી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ સ્થળ પર પહોંચીને કાર પર હુમલો કર્યો હતો. આ લોકો હાથમાં તલવાર સાથે આવ્યા હતા અને આફતાબની હત્યા કરવાની વાત કરી રહ્યા હતા. મામલો વધી જતા પોલીસ જવાને બંદુક કાઢવાની ફરજ પડી હતી.

Attack

આ મામલે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હુમલો કરનારા કેટલાક આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. મળતી વિગતો અનુસાર, હુમલાખોરો હિન્દુ સેનાના કાર્યકર્તા હોવાનો પણ દાવો કરાઈ રહે છે.

આ બાબતે મીડિયા સાથે વાત કરતા રોહિણીના ડીસીપી ગુરિકબાલ સિંહે જણાવ્યું કે, હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે અને તેની પાછળ કોણ છે તેની તપાસ કરાઈ રહી છે. પોલીસ હિન્દુ સેના વિશે પણ માહિતી એકત્રીત કરી રહ્યા છે.

પોલીસ આરોપી આફતાબ પાસેથી સત્ય જાણવા પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે ત્યારે એફએસએલના મદદનીશ નિયામક સંજીવ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, નિષ્ણાતોની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને આજનો સત્ર ટૂંક સમયમાં પૂર્ણ થશે. જરૂર પડશે તો આફતાબને આવતીકાલે પણ આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવશે.

English summary
Attack on police convoy carrying Shraddha's killer Aftab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X