For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુલ્લરની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટની શરણે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bhullar
નવી દિલ્હી, 7 મે: દિલ્હીમાં 1993માં થયેલા વિસ્ફોટના મુદ્દે મૃત્યુદંડનો સામનો કરી રહેલા દેવેન્દ્રપાલ સિંહ ભુલ્લરની પત્ની નવનીત કૌરે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી પતિના મૃત્યુદંડને તાત્કાલિક સ્થગિત કરવા માટેનો આગ્રહ કર્યો છે.

આ પહેલાં 12 એપ્રિલના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (કેએલએફ)ના આતંકવાદી દેવિન્દ્રપાલ સિંહ ભુલ્લરની મોતની સજાને ઉંમરકેદમાં બદલવાની અરજીને નકારી કાઢી હતી. ભુલ્લરે પોતાની દયા અરજી પર નિર્ણયમાં મોડુ થવાના આધાર પર ગુહાર લગાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે ઓગષ્ટ 2001માં નિચલી કોર્ટે ભુલ્લરની મોતની સજા સંભળાવી હતી જેના પર 2002માં દિલ્હી સુપ્રીમ કોર્ટે મોહર લગાવી હતી. તેના વિરૂદ્ધ અપીલને કોર્ટે 26 માર્ચ 2002માં નકારી કાઢી હતી.

ભુલ્લરે એક પુનવિચાર અરજી દાખલ કરી હતી. તેનેપણ 17 ડિસેમ્બર 2002ના રોજ નકારી કાઢી હતી. ભુલ્લરે ત્યારે સુધારાત્મક યાચિકા દાખલ કરી અને કોર્ટૅ તેને 12 માર્ચ 2003માં તેને નકારી કાઢી હતી.

આ દરમિયાન ભુલ્લરે 14 જાન્યુઆરી 2003ના રોજ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. રાષ્ટ્રપતિએ આઠ વર્ષથી વધુ સમયના અંતરાલ બાદ 25 મે 2011ના રોજ દયા અરજીને નકારી કાઢી હતી.

English summary
The wife of Devinderpal Singh Bhullar on Tuesday moved the Supreme Court seeking stay on the execution of the 1993 Delhi bomb blast convict's death sentence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X