સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા 'મોદી ચલે દિલ્હી'
નવી દિલ્હી, 21 મે: આજે ભાજપની સંસદીય દળની બેઠક દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં યોજાવવાની છે. પ્રથમવાર સંસદીય બોર્ડની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લઇ રહ્યાં છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં આગામી મહિને ગોવામાં યોજાનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્તકારીણી સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં અનૌપચારિક રીતે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓના ભવિષ્યને લઇને નિર્ણાયક નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે રામ જેઠમલાણી સહિત પાર્ટીના ત્રણ એવા નેતા છે જેમને લઇને પાર્ટીમાં કેટલાક પ્રકારના આરોપ અને પ્રત્યારોપ ચાલી રહ્યાં છે.

આવા નેતાઓને લઇને સંસદીય બોર્ડનું વલણ શું હશે તેના પર એકમત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. આવું તે માટે કરવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જો આ નેતાઓની લઇને મોટો નિર્ણય લેવામાં આવે તો હોબાળો ના મચે.












Click it and Unblock the Notifications
