ભાજપાની સંસદીય બોર્ડની બેઠક શરૂ, મોટી જાહેરાત થવાની સંભાવના

સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં તે નામોની જાહેરાત થવાની સંભાવના છે, જે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટીમ બનાવવાનું કામ કરશે. દિલ્હીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી વગેરે ઉપસ્થિત છે. બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી માટે રણનિતી પર ચર્ચા થવાની આશા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટીમના નિર્માણ પર પણ મંથન કરવામાં આવશે.
ગત અઠવાડિયે ભાજપા સંસદીય બોર્ડની બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતા. આ બીજો અવસર છે કે જ્યારે બંને નેતાઓ બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ બનાવવાના વિરોધ પર લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીમાં રાજીનામું આપી દિધું હતું. પરંતુ સંઘના હસ્તક્ષેપ બાદ તેમને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું.












Click it and Unblock the Notifications
