ભાજપની મહિલા કાર્યકર્તાઓએ શશિ થરૂર પર કર્યો હુમલો

દિલ્હીમાં મહિલાઓ વિરૂદ્ધ વધતા જતા ગુનાઓને લઇને શીલા દિક્ષિતના વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી રહેલ ભાજપની કાર્યકર્તાઓએ શશિ થરૂરની ગાડીને ઘેરી લીધી હતી. આક્રોશિત મહિલાઓએ મંત્રીની ગાડી પર લાગેલી લાલબત્તીને તોડી દિધી હતી. ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કરી કોઇપણ પ્રકારે મહિલાઓ વચ્ચે ફસાયેલા શશિ થરૂરને સકુશળ બહાર કાઢ્યા હતા.
દિલ્હીના તાલકટોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી શીલા દિક્ષિતના કાર્યક્રમમાં ભાજપ મહિલા પાંખની કાર્યકર્તાઓએ જોરદાર હંગામો મચાવ્યો હતો. હંગામો મચાવી રહેલી મહિલાઓએ શશિ થરૂરને તો સ્ટેડિયમમાં પણ જવા દિધા ન હતા અને તેમની ગાડીની લાલબત્તી તોડી નાખી હતી. હંગામાના કારણે શશિ થરૂરને બહારથી જ પરત ફર્વું પડ્યું હતું.
જો કે શશિ થરૂર તાલકટોર સ્ટેડિયમમાં વિશ્વ મહિલા દિવસના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યાં હતા. ત્યાં પહેલાં જ શીલા દિક્ષિત હાજર હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આવ્યા હતા.
પ્રદર્શનકારી મહિલાઓનું કહેવું છે કે દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી. દરરોજ રેપ તથા છેડતીની ધટનાઓ થઇ રહી છે. કાનૂન વ્યવસ્થા સુધારવાની જગ્યાએ શીલા દિક્ષિત મહિલાઓના સન્માનનો દેખાવો કરી રહી છે.












Click it and Unblock the Notifications
