રેપ કેસમાં પણ થશે ફાંસી, કેબિનેટમાં જોગવાઇને મંજૂરી અપાઇ

આ જઘન્ય અને ક્રુર મુદ્દે હવે બળાત્કારીઓને મોતની સજા અને આજીવન કારાવાસ પણ થઇ શકે છે. આ હુકમને આજે રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પાસે મોકલવામાં આવશે. સરકાર તરદથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કડક કાયદાના કારણે દેશની બહેન-પુત્રીઓ સુરક્ષિત રહેશે. જો કે સરકારે જસ્ટિસ વર્માની ભલામણો પર ચર્ચા કરી હતી પરંતુ તેને માની ન હતી કારણ કે આ સમિતિના વહીવટી સુધારાની ભલામણો હતી પરંતુ બળાત્કારીઓને ફાંસી આપવાની મનાઇ કરી દિધી હતી.
આવો જાણીએ કઇ ભલામણો હતી
1: બળાત્કારને અમે જઘન્ય ગુનો જાહેર કરી શકીએ નહી માટે તેમાં ફાંસીની સજા થઇ શકે નહી
2: જો બળાત્કાર બાદ પીડિતની હત્યા કરવામાં આવે અથવા પછી સામાન્ય જીવન ગુજારવાના લાયક ન રહે તો આવા કેસમાં ઉંમર કેદની સજા થવી જોઇએ.
3: છેડતી, યૌનના ઇરાદે અડકવું, પીછો કરવો તે પણ યૌન અપરાધ છે. જેમાં ત્રણથી પાંચ વર્ષની સજા થવી જોઇએ.
4: રેપ પીડિતની સરળતાથી મેડિકલ તપાસ થઇ શકે
5: કાશ્મીર, સૈનિક જેવા લોકો યૌન અપરાધ અથવા રેપ જેવા કેસમાં સંડોવાઇ છે તો તેમની સુનાવણી પણ સામાન્ય કોર્ટમાં થવી જોઇએ.












Click it and Unblock the Notifications
