For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ નેતાએ ગૃહમંત્રાલય ને 2.50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો, કારણ

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ થી નારાજ છે. પોતાની નારાજગી તેમને ગૃહમંત્રાલય ને 2.50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલીને જાહેર કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ થી નારાજ છે. પોતાની નારાજગી તેમને ગૃહમંત્રાલય ને 2.50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલીને જાહેર કરી છે. ખરેખર દિલ્હીમાં આપ સરકાર ઘ્વારા નિયુક્ત કરવામાં આવેલા 9 સલાહકારોને હટાવી દેવામાં આવ્યા છે. જેમાં કે રાઘવ ચઢ્ઢા પણ છે. આમ આદમી પાર્ટી પ્રવક્તા રાઘવે બુધવારે 2.50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ગૃહમંત્રાલયને મોકલ્યો અને તેની સાથે તેમને રાજનાથ સિંહને સંબોધન કરતો એક પત્ર પણ મોકલ્યો હતો.

એક પ્રેસ મીટમાં રાધવે જણાવ્યું હતું કે મારી સેવા પુરી થયા પછી પણ મેં અઢી મહિના સુધી 1 રૂપિયા મહિનાના દરે દિલ્હી સરકારને સેવા આપી હતી. પરંતુ આટલા વર્ષ પછી તેમને મારી નિયુક્તિ રદ કરી છે. અંતે તેઓ સરકાર પાસેથી કમાયેલા અઢી રૂપિયા સરકારને પાછા આપી રહ્યા છે.

લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ

લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ

રાધવે જણાવ્યું કે જે રીતે દેશમાં બીજેપી નિર્ણય કરી રહી છે તેની પ્રમુખ કારણ દેશના લોકોનું ધ્યાન ભટકાવવાનું છે. દેશમાં જે બળાત્કારની ઘટના થઇ રહી છે અને લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે તેનાથી બીજેપી લોકોની ભટકાવવા માંગે છે. આ ક્રમમાં અમારી સરકારના લોકોને હટાવવામાં આવી રહ્યા છે.

સમસ્યા દબાવવાની કોશિશ

સમસ્યા દબાવવાની કોશિશ

રાઘવે કહ્યું કે બીજેપી રાજ્યોમાં મહિલા ઉત્પીડન ઘટના અને દેશમાં પૈસાની તંગી જેવી સમસ્યા દબાવવા માટે ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપને ખબર છે કે દિલ્હી સરકાર ઘ્વારા સ્વાસ્થ્ય અને શિક્ષા માટે જે અદભુત કામ કરવામાં આવ્યા છે તેને દબાવવું મુશ્કિલ છે.

ગૃહમંત્રાલયે આપ્યો આદેશ

ગૃહમંત્રાલયે આપ્યો આદેશ

આ પ્રેસ મિટિંગમાં પાર્ટી નેતા દિલીપ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર અનુસાર જો તમે શાજિયા ઈલ્મી, સંબિત પાત્રા અને કમ્પ્યુટર બાબા જેવા બીજેપી, સંઘ અથવા મઠ સાથે જોડાયેલા હોવ તો તમે યોગ્ય છો અને સરકાર તમને લાખો રૂપિયા સેલરી, ગાડી અને બંગલા જેવી સુવિધા આપશે. ગૃહમંત્રાલયના નિર્દેશ પછી દિલ્હીના 9 સલાહકારોની નિયુક્તિ રદ કરી દેવામાં આવી હતી. ત્યારપછી આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જાંચ છેડાઈ ગયી.

રાઘવે પત્રમાં લખ્યું કે...

રાઘવે પત્રમાં લખ્યું કે...

કેન્દ્ર સરકાર પર નિશાનો લગાવતા રાઘવે કહ્યું કે ગૃહમંત્રાલયે એટલું ધ્યાન રાખવું જોઈતું હતું કે એક સલાહકાર રૂપે તેમનો કાર્યકાલ 2016 દરમિયાન જ પૂરો થઇ ગયો હતો. રાઘવ ચઢ્ઢા જેઓ એક ચાર્ટડ એકાઉન્ટન્ટ છે, તેમને 16 જાન્યુઆરી થી 31 માર્ચ 2016 દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા ના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાઘવે પત્રમાં લખ્યું કે ભૂતકાળમાં જે પણ થયું તેને બદલી શકાતું નથી. કૃપા કરીને 2.50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકાર કરો જેને મેં સલાહકાર રૂપે કમાયા હતા.

English summary
Cancellation of advisers' appointment: raghav chadha says he has returned Rs 2.5 honorarium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X