કોંગ્રેસની નવી કાર્યસમિતિની જાહેરાત, દિગ્વિજય સહિત 42 મહાસચિવ બન્યા

એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પ્રવક્તા જર્નાદન દ્વિવેદીએ કહ્યું હતું કે પાર્ટીએ પોતાની નવી કાર્ય સમિતિ બનાવી છે જેમાં 21 સભ્યો હશે. તેમને જણાવ્યું હતું કે પાર્ટીના નેતા દિગ્વિજય સિંહ તથા અંબિકા સોની સહિત 42 નેતાઓને મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. દરેક મહાસચિવને એક રાજ્યનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે. વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે અહેમદ પટેલ રાજકીય સચિવ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં ફેરબદલ પહેલાં અજય માકન શહેરી વિકાસ તથા ગરીબી ઉન્મૂલન મંત્રી અને સીપી જોશીએ રેલ મંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે. યૂપીએ-2ના મંત્રીમંડળનું અંતિમ વિસ્તાર સોમવારે થશે.












Click it and Unblock the Notifications
