For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની 'ચિંતન શિબિર' જયપુરમાં યોજાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-gandhi-speaking
નવી દિલ્હી, 2 ડિસેમ્બર: કોંગ્રેસ પોતાની ભાવિ દિશા જયપુરમાં નક્કી કરશે અને સાથે સાથે 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે વ્યુરચના તૈયાર કરશે. પાર્ટી તેની સાથે સાથે દેશના રાજકારણ અને આર્થિક ઘટનાક્રમ પર જયપુરમાં ચિંતન કરશે. જયપુરમાં 18 થી 20 જાન્યુઆરી સુધી કોંગ્રેસની ચિંતન શિબિર યોજવામાં આવશે. બિડલા સભાગારમાં યોજાનારી આ શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ સહિત દિગ્ગજ નેતાઓ ભાગ લેશે.

ચિંતન શિબિર 18 અને 19 જાન્યુઆરી થશે જ્યારે 20 જાન્યુઆરીના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીની બેઠક યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ, પાર્ટીના મહાસચિવ જનાર્દન દ્રિવેદી, ઓસ્કર ફર્નાડીસ અને કોષાધ્યક્ષ મોતીલાલ વોરા શિબિરની જગ્યા નક્કી કરવા માટે જયપુર પહોંચ્યા હતા. હવાઇમથકથી સીથ બિડલા સભગાર જોવા ગયા હતા. બધા નેતાઓ સભાગારને આયોજન માટે યોગ્ય જગ્યા ગણાવી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ અધ્યક્ષ ચંદ્રભાન તેમની સાથે રહ્યાં હતા.

અહેમદ પટેલને પડદા પાછળ મુખ્યમંત્રી બનાવવી તૈયારીઓ ચાલી રહી હોવાના નરેન્દ્ર મોદીના આક્ષેપનો જવાબ આપતાં દ્રિવેદીએ જણાવ્યું હતું કે અહેમદ પટેલે સ્પષ્ટ કરી દિધું છે કે તે ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ન હતા અને ભવિષ્યમાં હશે નહી.

કોંગ્રેસી સૂત્રોના જણાવ્યા અનુસાર ચિંતન શિબિરનું આયોજન કરવા માટે જયપુરની પસંદગી આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોંગ્રેસને તેનો લાભ મળી શકે છે. કોંગ્રેસના નેતા ચિંતન શિબિર પછે પંચમઢી ઘોષણા અને શિમલા સંકલ્પની જેમ એક દસ્તાવેજ જાહેર કરશે. શિબિરમાં રાજકીય-આર્થિક સ્થિતી, દેશના પડકારો, શહેરી-ગ્રામીણ ક્ષેત્રો માટે જે કાર્યક્રમો શરૂ થયા છે તેની પર ચર્ચા કરવામાં આવશે.

આ નેતાઓ ભાગ લેશે ચિંતન શિબિરમાં

ત્રણ દિવસ સુધી જયપુરમાં યોજાનારી બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ રાહુલ ગાંધી. કોંગેસના તમામ મહાસચિવો, કેન્દ્રિય મંત્રીઓ સહિત પાર્ટીઓ વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. એઆઇસીસી બેઠકમાં 1000-1200 સભ્યો ભાગ લેશે તેવી આશા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસ કમીટીની ચિંતન શિબિર માટે જરૂર તૈયારીઓ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

English summary
Chintan Shivir of Congress will be held in Jaipur from January 18 to 20 to discuss political and economic situations and seek new ideas ahead of the next Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X