For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPને સમર્થન આપતાં કોંગ્રેસના કાર્યકર્તા નારાજ, કરી તોડફોડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: એક તરફ આમ આદમી પાર્ટીને એ વાતને લઇને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે કે તેમને કોંગ્રેસનું સમર્થન કેમ લીધું તો બીજી તરફ કોંગ્રેસી કાર્યકર્તા પણ પોતાની પાર્ટીના આ પગલાંથી ખુશ નથી. સોમવારે સાંજે લગભગ સાડા આઠ વાગે કોંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના ઓફિસમાં તોડફોડ કરી હતી અને જોરદાર હોબાળો મચાવ્યો હતો અને રોડ જામ કરી લીધો હતો.

આમ આદમી પાર્ટીને સમર્થન આપતાં નારાજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં જોરદાર તોડફોડ કરી હતી. કહેવામાં આવે છે કે ઓફિસમાં લગાવેલ ફાયર સેફ્ટી સિસ્ટમ પણ તૂટી ગઇ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિરોધમાં નારેબાજે પણ કરવામાં આવી હતી. આ જ કાર્યકર્તાઓએ થોડીવાર પછી રોડ જામ કરી દિધો હતો. મળતી માહિતી મુજબ દિલ્હીના આઇટીઓથી માંડીને કનોટ પ્લેસ સુધી જામ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

congress-worker

જો કે આ અંગે કોઇપણ કોંગ્રેસી નેતાએ પોતાની પ્રતિક્રિયા હજુ સુધી આપી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસની આઠ સીટોના સમર્થન દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. કોંગ્રેસે આપને બિન સમર્થન આપ્યું છે.

English summary
Over 50 Congress workers on Monday protested outside its Delhi office over the party's decision to give outside support to the Aam Adami Party to form the government, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X