For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી સાંસદોએ હિલરીને કહ્યું 'નરેન્દ્ર મોદીને વિઝા ન આપો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: અમેરિકી કોંગ્રેસના 25 સભ્યોના એક સમૂહે વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન પાસે માંગણી કરી છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવાના મુદ્દે પ્રતિબંધ યથાવત રાખવામાં આવે. તેમને પોતાની માંગણીના સમર્થનમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર 2002ના ગુજરાતના રમખાણોના પિડીતોને યોગ્ય ન્યાય અપાવવામાં અસફળ રહ્યાં છે.

અમેરિકન પ્રતિનિધી મંડળના 25 સભ્યોએ હિલેરી ક્લિંટનને લખેલા એક પત્રમાં કહ્યું છે કે તેમને લાગે છે કે વિઝા આપવા માટેની તેમની નીતિમાં ફેરફાર થશે તો ગુનેગારોને સજા પહોંચાડવાની કાર્યવાહી અને તપાસમાં વધુ વિઘ્નો ઊભા થશે.

ગત 29 નવેમ્બરે લખવામાં આવેલો પત્ર ગઇકાલે પ્રેસ માટે જાહેર કરવામાં આવ્યો હતો. રિપબ્લિકન પાર્ટીના સાંસદ પિટ્સ અને ફ્રેંક વોલ્સે કેપિટલ હિલમાં 2002ના ગુજરાતના રમખાણોના પિડીતોના પરિવાર સાથે એક સંયુક્ત સંવાદદાત સંમેલનની પૂર્વ સંધ્યા પર આ પત્ર રજૂ કર્યો હતો. કોંગ્રેસ સભ્યોએ લખેલા આ પત્રમાં લખ્યું છે કે ભારત એક સફળ લોકતંત્ર છે. જે ઉચ્ક સ્તરના નેતૃત્વ અને પ્રગતિની આકાંક્ષા રાખે છે.

આશ્વર્યજનક વાત એ છે કે ગુજરાતના રમખાણો સાથે તેમનું નામ જોડાયેલું છે તેમછતાં ભારતમાં કેટલાક રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આવા સમયે નરેન્દ્ર મોદીને અમેરિકા આવવાની મંજૂરી આપવામાં આવશે તો તેમને 2002માં થયેલા માનવધિકારી ઉલ્લખન કેસની પોતાની જવાબદારીમાંથી બચી નિકળવામાં મદદ મળશે.

જોન કોનિયર્સ, ટ્રેન્ટ ફ્રેન્ક્સ, જેમ્સ મોરાન, માઈકલ હોન્ડા, બીલ પાસ્ક્રલ, બાર્બરા લી, એડવર્ડ માર્કે, જીમ જોર્ડન, ડેન બ્રુટન, માઈકલ કાપુઆનો, અને ડોગ લેમ્બોર્ન જેવા અમેરિકીન સાંસદોએ આ પત્ર પર સહી કરી હતી. સાંસદોએ કહ્યું હતું કે બુશના શાસનકાળ દરમિયાન નરેન્દ્ર મોદીને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી તે સમયે વડાપ્રધાન પદ માટે તે પોતાની સંભવિત ઉમેદવારી માટે સમર્થન કરવા માંગતા હતા. તે મુજબ વિદેશ રાષ્ટ્રોના નેતાઓ સાથે મિટીંગ કરી રહ્યાં છે અમને લાગે છે કે તે અમેરિકા આવવા માટે ફરીથી અનુરોધ કરી શકે છે.

English summary
In a setback to Gujarat Chief Minister Narendra Modi, a group of 27 American lawmakers have urged the US Secretary of State Hillary Clinton to continue denying visa to the BJP leader, stating that his government has not adequately pursued justice of the 2002 riot victims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X