For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid 19 Updates : છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,906 નવા કેસ નોંધાયા, 561 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજૂ ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,906 નવા કેસ નોંધાયા છે અને 561 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

Covid 19 Updates : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજૂ ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,906 નવા કેસ નોંધાયા છે અને 561 લોકોના મોત થયા છે, જ્યારે 16,479 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં હાલ 1,72,594 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં 4,54,269 લોકોના કોરોનાને કારણે મોત

અત્યાર સુધીમાં 4,54,269 લોકોના કોરોનાને કારણે મોત

હાલ કુલ કેસની સંખ્યા 3,41,75,468 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 4,54,269 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, જ્યારે 3,35,48,605 લોકો કોરોનાથી સાજાથયા છે.

જ્યારે ગઈકાલ સુધી દેશમાં રસીકરણની સંખ્યા 1,02,10,43,258 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 8,780 કેસ નોંધાયા છેઅને 65 લોકોના મોત થયા છે.

શનિવારના રોજ ભારતમાં કોરોના વાયરસ માટે 13,40,158 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ59,97,71,320 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ અંગે માહિતી આપી છે.

છેલ્લા 24 કલાકમાં મિઝોરમમાં કોરોના વાયરસના 572 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે.

તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં1,140 નવા કોવિડ કેસ અને 17 મૃત્યુ સાથે 1,374 રિકવરી નોંધાયા છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એક એડવાઈઝરી જાહેર કરી

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એક એડવાઈઝરી જાહેર કરી

કોરોના હાલ પણ નિયંત્રણમાં છે, પરંતુ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

જેમાં કોવિડ પ્રોટોકોલનુંચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

આ એડવાઈઝરીમાં ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન આપવું, બિનજરૂરી મુસાફરી પર અંકુશ, ફરજિયાત માસ્કઅને તહેવારોની ઉજવણી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસ સમાપ્ત થયો નથી

કોરોના વાયરસ સમાપ્ત થયો નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના મુખ્ય વજ્ઞાનિક સૌમ્ય સ્વામિનાથે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ થોડી સ્થિર થઈ છે, પરંતુ હજૂ પણ દરેકને ખૂબ ધ્યાનઆપવાની જરૂર છે, તે દરેકના મનમાં પ્રથમ હોવું જોઈએ કે, કોરોના વાયરસ સમાપ્ત થયો નથી. સજાગ રહેવાની જરૂર છે. તેથી જ કોઈએ બેદરકાર રહેવું જોઈએ નહીંઅને સલામત રહેવા માટે દરેકે તેના પર કામ કરવું પડશે.

English summary
India reports 15906 new cases in the last 24 hours, Active caseload stands at 1,72,594 says Health Minsitry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X