For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય સંકલ્પ મહારેલી: 11 ટ્રેન ભરીને દલિતો ઉમટ્યાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mayawati
લખનઉ, 9 ઑક્ટોબર: મંગળવારે બસપા રાજધાનીમાં એક વિશાળ રેલી કરવા જઇ રહી છે. બસપાવાળાઓને સતત એ ચિંતા સતાવી રહી છે કે તે રેલીને કેવી રીતે સફળ બનાવશે. રેલીને સફળ બનાવવા માટે પાર્ટીને ફક્ત ઉત્તરપ્રદેશની બહારના લોકોનું જ સમર્થન છે. જેના કારણે રેલીમાં 11 ટ્રેન ભરીને લોકો આવી પહોંચ્યાં છે. લખનઉના દલિતોથી નિરાશ બસપાએ સોમવારે અન્ય જીલ્લાઓમાંથી લોકોને બસો દ્રારા રાજધાનીમાં લાવવાનું ચાલુ રાખ્યું હતું. રેલીમાં ભાગ લેવા માટે મોડી રાત સુધી લોકો આવી રહ્યાં હતાં.

બસપા સંસ્થાપક દિવંગત કાશીરામની છઠ્ઠી પુણ્યતિથી પર રેલી યોજી બસપા પોતાના વિરોધીઓને પોતાની તાકાતનો એહસાસ કરાવવા માંગે છે ત્યારે લોકસભા ચૂંટણીની રજૂઆત આ રેલીના માધ્યમથી કરશે. વિધાનસભા ચૂંટણીમાં લખનઉની બધી સીટો ગુમાવી ચૂકેલી બસપા લખનઉથી નારાજ છે, રેલીમાં લખનઉ ના લોકો પાસેથી તેને ઓછી આશા છે. જો કે બસપા વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ તે પ્રથમ વખત રેલી યોજવા જઇ રહી છે માટે કોઇ કસર છોડશે નહી.

આ રેલીને રાષ્ટ્રીય સંકલ્પ મહારેલી એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં પાર્ટી પ્રમુખ માયાવતી લોકસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભાવિ રણનિતીની જાહેરાત કરશે. આ રેલી ફક્ત માયાવતી જ સંબોધશે. આ રેલીમાં માયાવતી રિટેઇલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ અને યૂપીએને સમર્થન આપવાના મુદ્દે પોતાની રણનિતીની જાહેરાત કરશે.

રેલીના બીજા દિવસે દસ ઑક્ટોબરના રોજ બસપાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક લખનઉમાં મળી રહી છે. કેન્દ્રને સમર્થન ચાલુ રાખવા કે પરત ખેંચવાના નિર્ણયની જાહેરાત રેલીમાં કરવામાં નહી આવે તો તે અંગેનો નિર્ણય રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં લેવાશે. રિટેઇલમાં સીધા વિદેશી રોકાણ, ડીઝલના ભાવમાં વધારો તથા રાંઘણગેસ પર કાપ મૂકતાં માયાવતી પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. રેલી રમાબાઇ આંબેડકરમાં યોજાશે. કાર્યકર્તાઓને આવવા માટે રાજ્યના વિભિન્ન ભાગોમાંથી 11 વિશેષ રેલગાડીઓને બુક કરવામાં આવી છે. આ સિવાય એક હજાર વધુ બસ કાર્યકર્તાઓને લખનઉથી લાવશે. રેલી માટે લખનઉ આસમાની રંગમાં રંગાઇ ગયું છે તથા બસપા સમર્થકોના સ્વાગત માટે ઠેર-ઠેર હોંર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે.

English summary
Huge number of people specially Dalits from outside Uttar Pradesh came Lucknow to attend Mayawati's rally on the occasion of death anniversary of late Kansiram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X