દિલ્હી બન્યું ઠંડુગાર, કેજરીવાલ થયા 'ગરમલાય': પારો 103 ડિગ્રીએ

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. દિવસે તડકો નિકળ્યો છતાં કેટલાક સ્થળોએ હાડ થિંજવી દે તેવી ઠંડી પડી રહી છે. આનાથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. પંજાબના જલંધર અને હરિયાણાના હિસારમાં તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે. કાશ્મીર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સોમવાર, મંગળવાર અને બુધવારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ દિલ્હીમાં આજે 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીને 103 ડિગ્રી તાવ ચઢી ગયો. જેના લીધે આજે પાણી અંગેનો મહત્વનો નિર્ણય ટળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં મફત પાણીને લઇને આજે કરવામાં આવનાર સંભવિત નિર્ણય આજે ટળી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાવ આવી ગયો છે. તેમને 103 ડિગ્રી તાવ છે જે અંગેની જાણકારી તેમને ટ્વિટ કરીને આપી હતી. તેમને કહ્યું હતું કે આજે મને તાવ છે અને મારું ઓફિસ જવું મુશ્કેલ છે. તેમને ટ્વિટમાં તાવની સાથે લૂઝ મોશન્સ થવા હોવાની તાવ કહી હતી. તેમને કહ્યું હતું કે ભગવાને મને ખોટા સમયે બિમાર પાડ્યો.

kejriwal-103

દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલન કાર્યકાળનો સોમવારે ત્રીજો દિવસ છે. અરવિંદ કેજરીવાલ આજે પાણીને લઇને મોટો નિર્ણય કરવાના હતા જેમાં 700 લીટર પાણી મફત આપવાની વાત હતી. આ મુદ્દે આજે સાંજે ચાર વાગે દિલ્હીમાં પાણી પુરવઠા બોર્ડની બેઠક યોજાવવાની હતી પરંતુ હવે એવું માનવામાં આવે છે આ નિર્ણયની સાથે આ બેઠક પણ ટળી શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લોકોની સમસ્યા અને ફરિયાદોના સમાધાન માટે એક વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો. તેમને કહ્યું હતું કે તમે મને 10 દિવસનો સમય આપો જેથી હું આ સમસ્યાઓનું એક પછી એક સમાધાન કરી શકું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X