For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nirbhaya Rape Case: દોષિતોને નવા ડેથ વોરન્ટ જાહેર કરવા મામલે આજે પટિયાલા કોર્ટમાં સુનાવણી

Nirbhaya Rape Case: દોષિતોને નવા ડેથ વોરન્ટ જાહેર કરવા મામલે આજે પટિયાલા કોર્ટમાં સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટમાં આજે નિર્ભયાના દોષિતોને નવા ડેથ વોરન્ટ જાહેર કરવાના મામલે સુનાવણી થશે, આ મામલે તિહાર જેલ પ્રશાસને એક અરજી દાખળ કરી હતી, જેમાં તિહાર જેલના અધિકારીઓએ કહ્યું કે ત્રણ દોષિતોની દયા અરજીને રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે એવામાં નવા ડેથ વોરન્ટ જાહેર કરવા જોઈએ, આ મામલે કોર્ટે ગુરુવારે દોષિતોને શુક્રવાર સુધી પોતાનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. અતિરિક્ત સત્ર ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાની કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ રહી છે.

આજે પટિયાલા કોર્ટ સુનાવણી કરશે

આજે પટિયાલા કોર્ટ સુનાવણી કરશે

જણાવી દઈએ કે નિર્ભયાના ચાર દોષી તિહાર જેલમાં બંધ છે, અદાલતે 31 જાન્યુઆરીએ ફાંસીની સજા સ્થગિત કરી દીધી કેમ કે દોષિતોના વકીલે અદાલત સમક્ષ સ્થગિત કરવાની અપીલ કરી અને કહ્યું હતું કે તેમના કાનૂનના માર્ગ હજી બંધ નથી થયા, મુકેશ અને વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે ફગાવાઈ ચૂકી છે જ્યારે પવને અત્યાર સુધી સુધારાત્મક અરજીઓ દાખલ કરી નથી.

સીએમ કેજરીવાલ પર ભડકી ઉઠ્યા નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહ

સીએમ કેજરીવાલ પર ભડકી ઉઠ્યા નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહ

ફાંસી ટળ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબનું કારણ માત્ર સીએમ કેજરીવાલ જ છે.

એક દોષીનું મોત

એક દોષીનું મોત

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ મામલામાં છ દોષિતોમાંથી એકનુ જેલમાં જ મોત થઈ ચૂક્યું છે, જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલથી બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ની રાતે થયેલ આ બર્બર ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો.

મનીષ સિસોદિયાના OSD લાંચ લેતાં રંગે હાથે ઝડપાયામનીષ સિસોદિયાના OSD લાંચ લેતાં રંગે હાથે ઝડપાયા

English summary
Nirbhaya Rape Case: Patiala court hearing today to announce new death warrant for convicts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X