દિલ્હીમાં રોહિણી કોર્ટની બહાર ગોળીબાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: રોહિણી જિલ્લા કોર્ટ પરિસરની બહાર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં હત્યાના એક કેસમાં સાક્ષી આપવા આવેલો એક વ્યક્તિ માંડ-માંડ બચી ગયો હતો. કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોળીબારની ઘટના પરિસરના ગેટ નંબર 5 નજીક થઇ હતી અને કિશન તરીકે ઓળખવામાં આવેલા હુમલાખોરને સુરક્ષાકર્મીઓએ ઘટના સ્થળેથી દબોચી લીધો છે.

firing

કોર્ટમાં હત્યાના એક કેસમાં સાક્ષી આપવા આવેલા રોહનને નિશાન બનાવવામાં આવ્યો હતો પરંતુ ગોળી ન લાગવાથી તે બચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ હુમલાખોર સાથે પૂછપરછ કરી રહી છે.

English summary
A witness in an attempt to murder case today escaped unhurt when a man outside the Rohini district courts complex in Delhi opened fire at him.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.