દિલ્હી ગેંગરેપ : પાંચ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

માનવામાં આવે છે કે ચાર્જશીટમાં 30 સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં આ કેસનું સંપૂર્ણ વિવરણ કરવામાં આવ્યું છે. ચાર્જશીટમાં બસ ડ્રાઇવર રામસિંહ અને અન્ય પાંચને આરોપી ગણાવવામાં આવ્યાં છે. તેમના પર હત્યા, લૂંટ, સામૂહિક બળાત્કાર અને છેડતી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે. આ ચાર્જશીટમાં આરોપીઓ પર લૂંટ અને હત્યાના ગંભીર આરોપો દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત પીડિતાને બસથી કચડવાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી યુવતીને દસ દિવસથી વધુ સમય સુધી જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલી યુવતીએ અંતે સિંગાપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા.












Click it and Unblock the Notifications
