દિલ્હી ગેંગરેપ: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આજે સુનાવણી થશે

આ કેસના પાંચ આરોપીઓ બસ ડ્રાઇવર રામસિંહ, તેનો ભાઇ મુકેશ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય સિંહને થોડા દિવસો પહેલાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. આ કેસનો છઠ્ઠો આરોપી કિશોર છે અને તેની સુનાવણી કિશોર ન્યાય બોર્ડ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2012ના રોજ રાત્રે દિલ્હીમાં એક ચાલુ બસમાં પેરામેડિકલની વિદ્યાર્થીની સાથે જાનવરોની માફક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહેલી પીડિતા 13 દિવસ બાદ 29 ડિસેમ્બરના રોજ સિંગાપુરની એલિઝાબેથ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.












Click it and Unblock the Notifications
