આજે આવી શકે છે દિલ્હી ગેંગરેપ કેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

નવી દિલ્હી, 1 જાન્યુઆરી: દિલ્હીમાં ચાલુ બસમાં ગેંગરેપનો શિકાર બનેલી 23 વર્ષીય મેડિકલની વિદ્યાર્થીનીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આજે મંગળવારે આવી શકે છે. બીજી તરફ દિલ્હી પોલીસે આ મુદ્દે 1000 પાનાની એક ચાર્જશીટ તૈયાર કરી છે, જેને તે ત્રણ જાન્યુઆરી એટલે કે ગુરૂવારે કોર્ટમાં રજૂ કરશે. આ ચાર્જશીટમાં સિંગાપુર હોસ્પિટલમાં પીડિતાની સારવાર કરી રહેલા ડૉક્ટરોની જુબાનીનો પણ સમાવેશ થઇ શકે છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપ પત્રમાં 16 ડિસેમ્બરની ઘટનાના સંબંધી 30 સાક્ષીઓનો હવાલો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતા વિદ્યાર્થીનીનું શનિવારે સવારે સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

dead-body

તપાસકર્તાઓએ કહ્યું છે કે આ મુદ્દે આરોપીઓ વિરૂદ્ધ મોતની સજાની માંગણી કરશે. સાકેતની કોર્ટમાં દાખલ કરવામાં આવનાર આરોપપત્રમાં આ ઘટનામાં સામેલ પાંચ લોકોની ભૂમિકા વિસ્તાર પૂર્વક દાખલ હશે અને કેસમાં સામેલ છોકરાની સુનાવણી માટે ન્યાય બોર્ડને અલગથી એક રિપોર્ટ સોંપવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપપત્રમાં ધટનાક્રમ, સારવાર, પીડિતાને સિંગાપુરની એક હોસ્પિટલમાં મોકલવાની અને તેના મોતની સંપૂર્ણ વિગત આપવામાં આવશે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ બળાત્કાર, હત્યા અને અન્ય આરોપો લગાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X