દિલ્હી ગેંગરેપ: સગીર પર જુવેનાઇલ કોર્ટમાં ચાલશે રેપ-હત્યાનો કેસ

gang rape
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બરની રાત્રે ચાલતી બસમાં થયેલા સામુહિક બળાત્કાર મામલે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 17 વર્ષના આરોપીની સામે બળાત્કાર અને હત્યાનો આરોપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

હવે આ મામલાની સુનવણી જુવેનાઇલ કોર્ટમાં 6 માર્ચથી શરૂ થશે. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે આ અપરાધમાં તેને બરાબરનો ભાગીદાર ગણાવાયો છે. જોકે પોલીસે આ આરોપીના ઉમરની તપાસ માટે અરજી દાખલ કરી હતી, પરંતુ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે તેના શાળાના સર્ટિફિકેટને માન્યતા આપી છે. જેમાં તેની ઉંમર ગુનો કરતી વખતે 18 વર્ષથી ઓછી બતાવાઇ છે.

હવે જો તેને દોષી પણ ઠેરવવામાં આવે છે તો તેને ત્રણ વર્ષ સુધી કોઇ સુધારગૃહમાં રાખવામાં આવશે, જેલમાં નહીં. આ મામલામાં અન્ય પાંચ આરોપીઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલુ છે, જ્યા દોષી ઠેરવા બદલ તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X