For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હર્ષવર્ધન હશે દિલ્હીમાં ભાજપના CM ઉમેદવાર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર: આગામી મહિને દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ડૉ. હર્ષવર્ધનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ આ નિર્ણય તે એક્ઝિટ પોલ બાદ લીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો દિલ્હીમાં મુખ્ય વિપક્ષ પાર્ટી વિજય ગોયલના નેતૃત્વમાં ઉતરે છે તો તેને સતા પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી ચૂંટણીમાં એવા નેતાની સાથે મેદાનમાં ઉતરવા માંગે છે જેની છબિ સાફ સુથરી હોય. હર્ષવર્ધન પર કોઇ આરોપ નથી, એટલા માટે પાર્ટીએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જો કે ભાજપના કેન્દ્રિય નેતૃત્વે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. સૂત્રોએ કહ્યું હતું કે વિજય ગોયલ હજુ સુધી મુખ્યમંત્રી પદની દોડથી બહાર થયા નથી. તો બીજી તરફ દિલ્હી વિધાનસભાની ગત ચૂંટણી ભાજપે વિજય કુમાર મલ્હોત્રાના નેતૃત્વમાં લડી હતી.

harsh-vardhan-bjp

જો કે, પાર્ટીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિજય ગોયલને દિલ્હી ભાજપના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમના આઠ મહિનાના કાર્યકાળમાં પાર્ટીમાં અંદરો અંદર મતભેદ અને પક્ષપાત વધી ગયા હતા. આનાથી કોંગ્રેસને આગામી ચૂંટણીમાં ફાયદો થયો જોવા મળી રહ્યો હતો. વધતા જતા પક્ષપાતના કારણે ભાજપના ગોયલ સાથે કરવામાં આવેલો પ્રયોગ નિષ્ફળ નજર આવતો હતો. એટલા માટે પાર્ટીને લાગ્યું કે દિલ્હી જેવા રાજ્યમાં ઉમેદવારની છબિ મતદાતાઓ વચ્ચે ખૂબ મહત્વ ધરાવે છે.

હર્ષવર્ધનના નામ પર આગામી થોડા દિવસોમાં પાર્ટી કેન્દ્રિય નેતા આધિકારીક રીતે મોહર લગાવી દેશે. જો કે ગોયલના સમર્થક તેમને હટાવવાનો સતત વિરોધ કરી રહ્યાં છે, પરંતુ પાર્ટીને લાગે છે કે ગત 15 વર્ષોથી સતા પર બિરાજમાન શીલા દિક્ષિતને હટાવવા છે યો ગોયલની કુરબાની આપવી જોઇએ.

English summary
It seems that Bharatiya Janata Party (BJP) has finally decided to name its chief ministerial candidate for the upcoming Assembly elections in Delhi, with reports suggesting on Wednesday that party's senior leader and former minister Harsh Vardhan is the front runner for the post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X