દિલ્હી ગેંગરેપ : પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કલમ-302 લગાવી
નવી દિલ્હી, 30 ડિસેમ્બર: દિલ્હી પોલીસે ચાલુ બસે સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી 23 વર્ષીય વિદ્યાર્થીનીનું સિંગાપુરની હોસ્પિટલમાં મોત થયા બાદ આ કેસના બધા જ છ આરોપીઓ વિરૂદ્ધ શનિવારે હત્યાનો આરોપ લગાવ્યો અને નિર્ણય કર્યો હતો કે તે ત્રણ જાન્યુઆરીના રોજ કોર્ટમાં આરોપપત્ર દાખલ કરશે. પોલીસે કહ્યું હતું કે તે ગુનેગારોને આ ગુના માટે કડક સજા અપાવવા માટે દરેક પ્રયત્નો કરશે.
વિશેષ પોલીસ આયુક્ત (કાનૂન વ્યવસ્થા) ધમેન્દ્ર કુમારે કહ્યું હતું કે 'અમે ત્રણ જાન્યુઆરી 2013ના આરોપપત્ર દાખલ કરવાની આશા વ્યક્ત કરી રહ્યાં છીએ. આ મુદ્દે ભારતીય સંહિતાની કલમ 302 (હત્યા) ને લગાડવામાં આવી છે. તેમને કહ્યું હતું કે ફાસ્ટ કોર્ટમાં દિવસ પ્રતિ દિવસના આધારે સુનાવણી માટે એક વિશેષ સરકારી ફોજદારી વકીલની નિમણૂંક કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે 'અમારો પ્રયત્ન રહેશે કે આરોપીને કડકમાં કડક સજા મળે. સિંગાપુરના ડૉક્ટરોની ટીમે પીડીતાની લાશનું પોસ્ટમોર્ટમ કર્યું છે જેનો રિપોર્ટ જલદીમાં જલદી તપાસકર્તાઓને સોંપવામાં આવશે.
ધમેન્દ્રએ કહ્યું હતું કે 'એક બર્બર ગુનામાં એક નિર્દોષ યુવતીનું મોત નિપજ્યું છે તે રાષ્ટ્રીય શોકનો સમય છે. અમે લોકો અનુરોધ કરીએ છીએ કે તે શાંતિ જાળવી રાખે. અમે (દિલ્હી પોલીસ) ભારતના નાગરિક હોવાના કારણે એક સમાન દુખી છીએ. અમારી સંવેદનાઓ શોકમાં ડુબેલા પરિવાર સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે પહેલા આરોપીઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયત્ન), 201 (પૂરાવા નષ્ટ કરવા), 365 (અપહરણ), 376 (સામૂહિક બળાત્કાર), 377 (અસામાન્ય અપરાધ), 394 (લૂંટ દરમિયાન ઇજા પહોંચાડવી) અને 34 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
ગત 16 ડિસેમ્બરે ચાલુ બસે છ લોકોએ મુનિરકાથી ચઢેલી 23 વર્ષીય છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવાની સાથે હૈવાનિયત ભર્યો વહેવાર કર્યો હતો. પીડીતાના મિત્રએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ધટનામાં પીડીતાને પણ ઇજા પહોંચી છે.
સામૂહિક બળાત્કારના બધા જ છ આરોપીઓ બસ ડ્રાઇવર રામ સિંહ, તેનો ભાઇ મુકેશ, અક્ષય ઠાકુર, પવન અને વિનયની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા છ આરોપીઓનો દાવો છે કે તે અવયસ્ક છે. પોલીસે તેમની ઉંમરની તપાસ કરવા માટે તેમના હાડકાઓની તપાસ માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે.