• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હી રેપ: આરોપીની બિહારથી ધરપકડ, બાળકીની હાલત સ્થિર

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 20 એપ્રિલ: પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કારના આરોપી મનોજની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડક કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને બિહારની ટીમે મોડી રાત્રે તેની સાસરી ચિકનૌટા ગામમાંથી ધરપકડ કરી લીધી હતી. મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે. તેને ત્રણ દિવસના ટ્રાંજિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આરોપીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી મનોજ સાથે આખી રાત પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેને ગુનો કબુલ કરી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ પર પાડોશીની પાંચ વર્ષની બાળકી પર બે દિવસ સુધી બંધક બનાવી રાખવાનો અને બળાત્કાર ગુજારવાનો આરોપ છે. જઘન્ય બળાત્કારનો શિકાર બનેલી પાંચ વર્ષની બાળકીની જિંદગી માટે સંઘર્ષ કરી રહી છે. બાળકીના શરીર પર કેટલીક બાહરી વસ્તુઓ મળી આવી છે જેના શરીરમાં સંક્રમણ ફેલાઇ ગયું છે. આ ઘટના પર રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોમાં જબરજસ્ત ગુસ્સો છે.

આખો દિવસ રાજધાનીમાં જોરદાર વિરોધ થયા બાદ પોલીસે ઇન્ડિયા ગેટ ખાલી કરાવી દેવાયું છે અને અત્રે ધારા 144 લાગુ કરવામાં આવી છે. તેમજ ડોક્ટરોના જણાવ્યા અનુસાર પીડિત બાળકીની હાલત હવે સ્થિર છે.

જન આક્રોશ ભડક્યા બાદ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે તે પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને નૃશંસતાથી ખૂબ જ વિચલિત છે. તેમને સમાજમાંથી આ બુરાઇને ઉઘાડી ફેંકવાનું આહવાન કર્યું છે. આ સંપૂર્ણ કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસને કથિત રીતે પીડીતાના પરિવાર પાસે 2,000 રૂપિયાની લાંચની માંગણી કરી ચુપ રહેવા કહ્યું હતું અને અસંવેદનશીલ વાતો કહી હતી. મદદનીશ પોલીસ કમિશ્નર બી એસ અહલાવતે તો એક પ્રદર્શનકારી છોકરીને ચાર થપ્પડ લગાવ્યા હતા જેથી તેના કાન નીચે લોહી વહેવા લાગ્યું હતું.

પ્રદર્શનકારીઓ સાથે કરવામાં આવેલા દુવ્યવહાર પર વડાપ્રધાન દ્રારા રોષ પ્રગટ કર્યા બાદ દિલ્હી પોલીસે મદદનીશ પોલીસ વિભાગ અહલાવતને સસ્પેંડ કરી દિધા હતા. પીડીતાના પરિવારને કેસ દબાવી દેવા બાબતે લાંચની માંગણી કરનાર બે પોલીસ અધિકારીઓને પણ સસ્પેંડ કરવામાં આવ્યાં છે. તેમના વિરૂદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

aims

ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકી કુપોષણનો શિકાર હતી અને તેનું વજન 20 કિલો છે. તેને સ્વામી દયાનંદ હોસ્પિટલમાંથી એમ્સમાં ભરતી કરવામાં આવી છે. બાળકીના શરીરમાંથી બહારની વસ્તુઓ નિકાળવામાં માટે સ્વામી દયાનંદ હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી. સ્વામી દયાનંદ હોસ્પિટલના ડોક્ટર આર કે બંસલે જણાવ્યું હતું કે આગામી 24 થી 48 કલાક બાળકી માટે ખૂબ જ નાજૂક હશે. તેના પ્રાઇવેટ અંગો, શરીર, હોઠ અને ગાલ પર ઘા છે. તેમને જણાવ્યું હતું કે તેના ગળા પર નિશાન છે જેનાથી સંકેત મળે છે કે આરોપીએ તેનું ગળુ દબાવવાનો પ્રયત્ન કર્યો છે.

ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તે અર્ધબેભાન અવસ્થામાં છે અને ડરેલી છે. તેને શરૂઆતમાં તપાસ કરવા દિધી ન હતી કારણ કે તેને પીડા થઇ રહી હતી. તેને તાવ પણ હતો અને દવાઓ આપ્યા બાદ તેના શરીરનું તાપમાન સામાન્ય થઇ ગયું છે. જો કે તેને બીજી વાર તાવ આવી ગયો છે અને અમને જાણવા મળ્યું છે કે તેને સંક્રમણ છે. ડો. બંસલે એનસ્થેસિયા આપ્યા બાદ કેટલાક પરિક્ષણ બાદ તેના શરીરમાંથી મીણબત્તી અને 200 એમલની તેલની શીશી મળી હતી. બંસલે જણાવ્યું હતું કે ડોક્ટરો સમક્ષ આ બિભત્સ કેસ આવ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકીને જમવાનું આપવામાં નથી આવતું કારણે તેના પેટમાં સંક્રમણ છે.

આ ઘટના દિલ્હીના ગાંધીનગર વિસ્તારની છે. 15 એપ્રિલની સાંજે ગુમ થયેલી બાળકી 17 એપ્રિલના રોજ બિલ્ડિંગના ભોંયતળિયેથી મળી આવી હતી, જ્યાં પીડિતાનો પરીવાર રહેતો હતો.

English summary
Amidst raging protests, the Delhi police arrested the 25-year-old Delhi rape accused from Chiknauta village in Muzaffarpur district in Bihar late Friday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more