મહિલાને બેભાન કરી મિત્રોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મહિલાને તેના સહકર્મી બુધવારની રાત્રે એક કારમાં લઇ ગયા હતા. રસ્તામાં તે લોકોએ તેમને ઠંડુ પીણું આપ્યું જેમાં કોઇ નશીલો પદાર્થ ભેળવેલો હતો. જ્યારે તે બેભાન થઇ ગઇ તો તેમાંથી બે લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
પોલીસે જણાવ્યું હતું કે મહિલા બુધવારની રાત્રે દિલશાહ ગાર્ડેન વિસ્તારમાં બેભાન અવસ્થામાં મળી હતી. પીડિતના મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઇ છે. હાલમાં ચારેય લોકો ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે.












Click it and Unblock the Notifications
