ચાલુ કારમાં પરણિત મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: 26 જાન્યુઆરી એટલે પ્રજાકસત્તા પર્વ. એક તરફ દિલ્હીના રાજપથ પર દેશ પોતાની શક્તિ અને સંપન્નતાને જોઇ ખુશીનો માર્યો ફૂલ્યો સમાતો ન હતો તો બીજી તરફ પૂર્વી દિલ્હીમાં એક ચાલું કારમાં 28 વર્ષની એક પરણિત મહિલા સાથે તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. આ વ્યક્તિએ મહિલાને નોકરીની લાલચ આપી બોલાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેને મને નોકરી અપાવવાના બહાને દિલ્હી બોલાવી હતી અને મને એક ગાડીમાં બેસાડીને કોઇ સુમસાન સ્થળે લઇ ગયો અને ત્યાં મારી સાથે બળાત્કાર ગુજાર્યો.

પૂર્વ દિલ્હીમાં એક ચાલુ કારમાં 28 વર્ષની એક પરણિત મહિલા સાથે મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસને ત્યારે ખબર પડી હતી જ્યારે એક સ્થાનિક લોકોએ મહિલાને મોડી સાંજ સુધી આનંદ વિહાર બસ ટર્મિનલ પાસે રડતા જોઇ હતી.

rape-latest-601

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેને સ્થાનિક પોલીસ મથકમાં લઇ જવામાં આવી છે જ્યાં તેણે પોલીસેને જણાવ્યું હતું કે અન્ય પુરૂષોની સામે તેના મિત્રએ ચાલુ કારમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો. મહિલાના જણાવ્યા અનુસાર જ્યારે તેને વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને તેની સાથે મારઝૂડ પણ કરી, મહિલાને નજીકની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં ડૉક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી.

પોલીસે કેસ દાખલ કરી આરોપીઓની શોધ શરૂ કરી દિધી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે પોતાના મિત્રને મળવા આવી હતી કારણ કે તેને કોઇ ફેક્ટરીમાં નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો.

English summary
A 28-year-old married woman was raped allegedly by her friend in a moving car in Delhi, police said on Sunday. A hunt has been launched to nab the accused.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.