કેજરીવાલના રાજમાં આવતીકાલે 10 કલાક અંધારપટ છવાશે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: દિલ્હીવાસીઓને 1 ફેબ્રુઆરીથી ભારે વિજકાપની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દિલ્હીમાં વિજળી પુરી પાડતી કંપની બીએસઇએસ યમુનાએ દિલ્હી સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં કહ્યું છે કે કંપની આર્થિક સ્થિતી નબળી છે. એવામાં 1 ફેબ્રુઆરીથી આ એ વિસ્તારોમાં વિજળીનો કાપ થઇ શકે છે કે વિસ્તારોમાં કંપની વિજળી પુરી પાડે છે.

રિલાયન્સ ઇંફ્રા સાથે જોડાયેલી વિજ વિતરણ કંપની બીએસઇએસ યમુના પાવર લિમિટેડે પત્રમાં કહ્યું હતું કે આર્થિક તંગીના લીધી તે કંપની વિજળી ખરીદી શકતી નથી. કંપનીના અનુસાર પૂર્વી દિલ્હીના વિસ્તારોમાં 8 થી 10 કલાક વિજ કાપ થઇ શકે છે. મળતી માહિતી મુજબ જરૂરિયાત હોવા છતાં બીએસઇએસ-યમુના લગભગ 500 મેગાવોટ વિજળી નહી ખરીદે અને તેની ભરપાઇ કલાકોના કાપથી કરવામાં આવશે.

દિલ્હીના વિદ્યુત સચિન પુનીત ગોયલને લખેલા પત્રમાં બીએસઇએસે સરકાર પાસે નાણાંકીય મદદની માંગણી કરી છે જેથી તે આ મુશ્કેલીમાંથી નિકળી શકે. કંપનીનું કહેવું છે કે તેની પાસે એનટીપીસી અને એનએચપીસી સહિત અન્ય સરકારી ઉત્પાદકોને આપવા માટે પૈસા નથી. કંપનીનું કહેવું છે કે બેંકોએ નવા ફડીંગ પાછા લઇ લીધા છે અને તેથી તેમના માટે શહેર માટે વિજળી એકઠે કરવી મુશ્કેલ બની ગઇ છે.

arvind-power-cut

અત્રે ઉલ્લેખનીય છે કે વિજ કંપનીઓ દિલ્હી સરકારને સસ્તી વિજળી આપવાના નિર્ણયથી નારાજ છે. દિલ્હીની કેજરીવાલ સરકારે પોતાના ચૂંટણી વાયદા મુજબ સત્તા પર બિરાજમાન થયા બાદ થોડા દિવસોમાં જ વિજ દરોને અડધા કરી દેવાની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ જે લોકો 0 થી 200 અને 2001 થી 400 યૂનિટ સુધી વિજળી ખર્ચ કરે છે તેના ભાવ અડધા કરી દેવામાં આવશે.

આ ઉપરાંત વિજ વિતરણ કંપનીઓ કેજરીવાલ સરકારના નવા નિર્ણયથી નારાજ જોવા મળી રહી છે. જેમાં તેને કેગ દ્વારા કંપનીઓના ખાતાની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કંપનીઓ આ નિર્ણયના વિરોધમાં કોર્ટમાં પણ ગઇ હતી પરંતુ કોર્ટે કેગ તપાસ પર પ્રતિબંધ લગાવવાની મનાઇ કરી દિધી છે.

English summary
East Delhi residents could be in for trying times this exam season. Discom BSES Yamuna Power Ltd (BYPL) has warned that it would be forced to resort to daily power cuts of up to 10 hours from February because it has no funds to pay public sector generation units for power supplies.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.